દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પરથી પોલિસે ગૌરક્ષકોની મદદથી ૧૨ ગૌવંશને કતલખાને લઈ જવાતા બચાવી લેવાયા
દાહોદ તા.૧૨
દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર કતલખાને લઈ જવાતી ૧૨ જેટલી ગાયોને પોલિસે ગૌરક્ષકોની ટીમની સાથે રહી આ ગાયોને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી. વધુમાં પોલિસને જાઈ કતલખાને આ ગાયોને લઈ જતાં કેટલાક ઈસમો પોલિસ તેમજ ગૌરક્ષકો ઉપર પથ્થર મારો કરી નાસી ગયા હતા.
આજરોજ વહેલી સવારે દાહોદ પોલિસને મળેલ બાતમીના આધારે શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ત્યાથી કેટલાક ઈસમો પોતાની સાથે ગાયોને કતલખાને લઈ જવા માટે ચાલતા પસાર થઈ રહ્યા હતા તે જ સમયે ગૌરક્ષક અને પોલિસની સંયુક્ત ટીમે આ ઈસમોનો પીછો કરતાં ઈસમોએ પોલિસ તેમજ ગૌરક્ષકો ઉપર પથ્થર મારો કર્યાે હતો પણ પોલિસે પીછે હટ ન કરતાં ગભરાયેલ અજાણ્યા ઈસમો સ્થળ પર જ ગાયોને મુકી નાસી જવામાં સફળ રહ્યા હતા. આ બાદ પોલિસે ૧૨ જેટલા ગૌવંશને કબજે લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી.