દાહોદ તાલુકામાં અલગ અલગ 21 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે 21 ટ્રેક્ટર ટોલી વાહનો વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
તારીખ 10/09/2022 બપોરે 12:30કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ – 2 જુના ઇન્દોર હાઇવે દાહોદ ખાતે દાહોદ તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાપંચની 1.40 કરોડ ગ્રાન્ટમાંથી દાહોદ તાલુકામાં અલગ અલગ 21 ગામોમાં ધન કચરાના નિકાલ માટે 21 ટ્રેક્ટર ટોલી વાહનો વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી દાહોદ ના લોકલાડીલા સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી નેહા કુમારી મેડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, દાહોદ એપીએમસી ચેરમેન કનૈયાલાલ કિશોરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવેશભાઈ વસાવા,જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચ શ્રીઓ ,ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં. આખા કાર્યક્રમ નું સંચાલન દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશ લબાના કર્યુ.