ઓલ એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબલીટાઇટ ટ્રસ્ટ, દાહોદ દ્વારા 9 થી 10 કિલો વજન ધરાવતો અજગર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
આજરોજ તાંરીખ 11/09/2022 ના રોજ સવારના 11.30 વાગે ઓલ એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબલીટાઇટ ટ્રસ્ટ ના સભ્ય રાહુલ ભાઈ ગોહિલ ને જાણ થઈ હતી કે નવા ગામ પરમાર ફળિયામાં રહેતા વાલાભાઈ નાથાભાઈ પરમારનું ફોન આવ્યુ હતું કે તેમના ખેતરમાં ઍક અજગર જોવામાં આવ્યુ હતું .
જેવી રીતે આ જાણ મળી ત્યારે તરતજ અમારા ટીમના સભ્ય રાહુલ ભાઈ ગોહિલ , ખેલન ભાઈ ડામોર , મયુર ભાઈ માવી , કાર્તિકભાઈ બારીયા , વિજય ભાઈ ડામોર ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતાં અને તેને સફળ તરીકે તેનું રેક્યું કર્યું હતું. આશરે તેની લંબાઈ 7 થી 8 ફૂટ લંબાઈ ધરાવતો અને 9 થી 10 કિલો વજન ધરાવતો અજગર પકડ્યો હતો અને વન વિભાગમાં શોપવામાં આવ્યું હતું.