દાહોદમાં હવે ફોર વ્હીલર ગાડીઓમાં ગૌ તસ્કરી કરતી ગેંગ સક્રિય

દાહોદ શહેરમાં એક વીડીયો પણ વાયરલ થયો છે જેમાં ગત તા.૧૦.૧૦.૨૦૧૯ના રોજ રાત્રીના ૧ વાગ્યાના આસપાસ એક ફોર વ્હીલર ગાડીમાં શહેરની પોસ્ટ ઓફિસ તરફના રસ્તેથી પસાર થઈ હતી અને જેમાંથી કેટલાક ઈસમો ગાડીમાંથી ઉતરી એક ગાયને ગાડીમાં જબરજસ્તી ભરી રફુચક્કર થઈ ગયા હતા. આ બાદ ગૌરક્ષકોની ટીમ દ્વારા આ ગાડીનો પીછો પણ કરવામાં આવ્યો હતો પણ અંધારાનો લાભ લઈ આ ગાડી પુરઝડપે પસાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં આવેલ સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ પોલિસ તંત્રએ આવા તત્વો સામે તપાસનો દોર આરંભી કાર્યવાહી કરવી તે પણ અતિઆવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: