દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સીંગાપુર ગામેથી ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સીંગાપુર ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી થયાંનું જાણવા મળે છે. ગત તા.૧૧મી સપ્ટેમ્બરના રોજ સીંગાપુર ગામે થાળા ફળિયામાં રહેતાં દિલીપભાઈ તખતસિંહ બારીઆએ પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ક્રુઝર ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે દિલીપભાઈ તખતસિંહ બારીઆએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

