દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે નવીન બની રહેલ ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેકતાં પ્લેટો નીચે દબાઈ જવાથી એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે નવીન બનતી પાણીની ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકતી વેળાએ એક વ્યક્તિ ઉપર પ્લેટો પડતાં પ્લેટો નીચે દબાઈ જવાથી વ્યક્તિનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૧મી નવેમ્બરના રોજ કાળીડુગંરી ગામે નવીન બની રહેલ પાણીના ટાંકા ઉપર કામદારો દ્વારા ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકતાં હતાં તે સમયે નીચે ઉભેલા કાળીડુંગરી ગામે વેડ ફળિયામાં રહેતાં વિનોદભાઈ ધનાભાઈ પટેલની ઉપર પ્લેટો પડતાં વિનોદભાઈ પ્લેટોની નીચે દબાઈ જતાં તેઓને મોત નીપજ્યું હતું.
આ સંબંધે કાળીડુંગરી ગામે વેડ ફળિયામાં રહેતાં કલસીંગભાઈ ધનાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.