દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં વિકાસશીલ તાલુકાના આયોજનના કામોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના વિરોધ  અને વાંધાઓ છતાંય અધિકારીઓ દ્વારા મનમાની કરી રહ્યાં હોવાની બૂમો

ઝાલોદના જાગૃત નાગરિકની ભ્રષ્ટાચારના અક્ષેપો સાથે ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆતો

મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ દાહોદમાં મહત્વપૂર્ણ તેમજ જરૂરિયાતમંદ કામોને નજર અંદાજ કરી અને ડમી યોજનાઓમાં યુનિક કોસ્ટથી ચાર ગણા ભાવો મંજૂર કરી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો !

દાહોદ તા.12

કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ કરાયેલા દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાના અધિકારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2022/23 ના દરમિયાન વિકાસશીલ તાલુકાના આયોજનમાં જિલ્લાવાસીઓ માટે મહત્વપૂર્ણ તેમજ જરૂરિયાતમંદ બાબતોને દર કીનાર કરી અન્ય અન રમત ગમત અંતર્ગત વિવિધ ડમી યોજનાઓના નામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યોના વિરોધ અને વાંધાઓને નજર અંદાજ કરી યોજનાઓમાં નિયત કરેલી ગાઇડલાઇનને નેવે મૂકી યુનિક કોસ્ટથી ચાર થી પાંચ ગણા ભાવો મંજુર કરી કામોની બારોબાર ફાળવણી કરી એક તરફ નર્યો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.જેના પગલે વિકાસશીલ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મોકલેલા પૈસાનો પણ દુરુપયોગ થાય છે.તેવા આક્ષેપો સાથે દાહોદના એક જાગૃત નાગરિકે આ સંબંધે ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆતો કરી આયોજનના કામોમાં અધિકારીઓની ચાલતી મનમાનીનો વિરોધ કરી આવા અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક્સપિરિયન્સ યોજના અંતર્ગત વિકાસશીલ તાલુકાઓમાં પાયાની સુવિધાઓ ઉભી કરી તાલુકા મથકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજનના કામો કરવા માટે યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ આવી મહત્વપૂર્ણ યોજનાઓમાં અધિકારીઓ દ્વારા મનમાની કરી યોજનાઓના નામે બારોબાર ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સાથે સાથે આવા અધિકારીઓ જે તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્યોના યોજનાઓમાં આવેલ ગ્રાન્ટનો ખોટી રીતે દુરુપયોગ કરવા અંગેનો વિરોધ અને વાંધાઓ છતાય અધિકારીઓ દ્વારા મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઝાલોદ તાલુકાના એક જાગૃત નાગરિકે વડાપ્રધાન કાર્યાલય,મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલય, નાણા વિભાગ તેમજ સંલગ્ન વિભાગની ઉચ્ચ કચેરીએ વિવિધ મુદ્દાઓને લઈ લેખિતમાં રજૂઆત કરી આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની માંગણી કરી છે. જે અંતર્ગત ઉચ્ચકક્ષાએ કરાયેલી રજૂઆતો અનુસાર જાગૃત નાગરિકને જણાવ્યું હતું કે

અમલીકરણ અધિકારી રમત ગમત અધિકારી કે જે વર્ગ -૨ ના હોય છે તેઓ દ્વારા કામ થયા વગર સીધે સીધા પૈસા એજન્સીઓને ખાતામાં જમા કરાવી દેવાનું પ્લાનિંગ વર્ષ ૨૦૨૨-૨૩માં કરવામાં આવ્યું છે અને નોં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે . બધી વસ્તુઓમાં પણ યુનિટ કોટ ૪ થી ૫ ગણો લેવામાં આવે છે .

*ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક વો-૧૦૨૦૦૯-૨૫૬૦-૬-૧તારીખ ૦૨-૦૩-૨૦૦૯ થી માનવ વિકાસ પ્રગતિ હેઠળના વિકાસશીલ તાલુકાઓના આ કરેલ આયોજનમાં કથા માનવ વિકાસની પ્રગતિ થઇ ?

ઠરાવમાં આમુખ ૨ થી ગુજરાત રાજ્ય તાલુકા પછાતપણા અંગેની અભ્યાસ સમિતિએ પસંદ કરેલ ૪૪ નિર્દેશકોમાંથી ૧૫ સામાજિક અને આર્થિક નિર્દેશકો માનવ વિકાસના સંદર્ભમાં છે જેવા કે , ( ૧ ) મૂળભૂત જરૂરિયાતો ( ૨ ) ગરીબી ( ૩ ) શિક્ષણ અને ( ૪ ) આરોગ્ય છે . આ નિર્દેશકો માંથી કયા નિર્દેશકો ઉપર કેટલી યોજનાઓ મંજુર કરવામાં આવી ? . . . .

ઠરાવમાં જણાવ્યા મુજબ તાલુકાના ઇન્ચાર્જ સચિવને તાલુકાના વિકાસના કામો / પાયાની સેવાઓ માટે ફાળવવામાં આવનાર રકમના ઉપયોગના આયોજન તેમજ ખર્ચ માટે સક્ષમ અધિકારી જાહેર કરવામાં આવે છે . તો શું આપ સાહેબ આ બધા કામો થી સહમત છો ? શું આપ સાહેબશ્રી દાહોદ આવીને બેઠક કરી ?

શું રમત ગમત ના સાધનો , બાળ ક્રિડાગણના સાધનો , યોગા મેટ , ફીટનેશના સાધનો એ જ યોજનાઓ માનવ વિકાસ પ્રગતી હેઠળના કામો છે ?

માન . પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ તાલુકાઓના વિકાસ થાય તે માટે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે , તેનું અધિકારીઓ દ્વારા પૈસા લઇને વેપારીકરણ કરી દેવામાં આવ્યું છે.શું આ રીતે માનવ વિકાસ સૂચકઆંક ઉપર આવી શકશે ? દાહોદ જીલ્લાની મૂળ જરૂરિયાત પાણી , રોજગારી , આરોગ્ય , શિક્ષણ , શાળાના ઓરડા , જર્જરિત આંગણવાડીઓને નવીન બાંધકામ , ખૂટતા ઓરડાઓ , ખૂટતી આરોગ્યલક્ષી સુવિધાઓ , તેમજ કુપોષણથી દાહોદની ખરાબ હાલત જેવી જરૂરિયાતની મહત્વની બાબતોને બાજુ પર રાખી આ બધા કામોમાં આયોજન કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે . ( પાછળ … ) જો આરીતે જ ચાલ્યા કરશે તો વિકાસશીલ યોજનાનો કોઈ અર્થ રહેતો નથી , અને પછાત તાલુકાઓમાં લોકો સુધી પહોંચાડવાની પાયાની , મુદ્દાની જરૂરિયાત લોકો સુધી પહોંચશે નહિ , જેથી લાખો કરોડો રૂપિયા માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર ના રથને જ આગળ વધારતો જશે . જેનાથી સામાન્ય પ્રજા , ગરીબ અને કુપોષિત બાળકો , બીમારીઓ થી પીડાતા દર્દીઓ , ડીગ્રી મેળવેલા બેરોજગાર વિદ્યાર્થીઓ – યુવાનો , ટેકનોલોજી અને સાધનોના અભાવથી વલખા મારતા ખેડૂતો વગેરે વગેરે માત્ર અને માત્ર ભ્રસ્ટાચારના પૈડા નીચે કચડાયા કરશે,અને વિકાસશીલના કામોના રૂપિયાથી ડમી યોજનાઓ લઇ લઇ ને ભ્રષ્ટાચારના આયોજન જ કરવામાં આવશે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે. જાગૃત નાગરિકે કરેલા આક્ષેપોમાં તથ્ય કેટલું..??? જોકે વિભાગની વડી કચેરીઓ તેમજ જિલ્લાના ઉચ્ચકક્ષાએ બિરાજિત અધિકારીઓ દ્વારા આ મામલે એક સમિતિની રચના કરી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો દુધ કા દુધ ઓર પાની કા પાની થાય તેમ છે. તારે હાલ આક્ષેપોને લઈ સરકારી તંત્ર તેમજ રાજકારણના ગલીયારામાં આજ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. ત્યારે આ મામલે ચૂંટણી નજીક આવતી હોય ઉચ્ચકક્ષાએથી. વસ્તુ કરવામાં આવે છે કે કેમ તે હાલ જોવું રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: