દાહોદ શહેરના નસીરપુર ગામ નજીકનો બનાવ : દાહોદ શહેરમાં વીજ થાંભલા ઉપર બોર્ડ લગાવવા ચઢેલ બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ શહેરના જુના વણકરવાસ વિસ્તારમાં રહેતાં ૨૬ વર્ષીય મીયાનુદ્દીન કયુમભાઈ લુહાર અને તેમની સાથે શાહરૂખભાઈ ડાબીયાલ એમ બંન્ને જણા દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પરથી પસાર થતાં નસીરપુર ગામ નજીક વીજ થાંભલાની આસપાસ બોર્ડ બાંધવા ચઢ્યાં હતાં ત્યારે નજીકમાં આવેલ વીજ ડીપીમાંથી સખ્ત કરંટ પસાર થતાં બંન્ને યુવકોને પણ સખત વીજ કરંટ લાગતાં થાંભલા પરથી ઉપરોક્ત બંન્ને યુવકો ફેકાયાં હતાં જેને પગલે ૨૬ વર્ષીય મીયાનુદ્દીન લુહારનું મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત શાહરૂખભાઈને પરિવારજનો દ્વારા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. મૃતક મીયાનુદ્દીન લુહારના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.