ગરબાડા તાલુકાના ભુતરડી ગામે ગ્રામ સભાની મીટીંગમાં ખોટા પ્રશ્નો કરવા બદલ ત્રણ ઈસમોએ એક મહિલાને માર માર્યાે
દાહોદ તા.૧૪
ગરબાડા તાલુકાના ભુતરડી ગામે ગ્રામ સભાની મીટીંગમાં ખોટા પ્રશ્નોની કરવા બદલ ત્રણ વ્યÂક્તઓએ ભેગા મળી એક મહિલાને લાકડીઓ પડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના ભુતરડી ગામે નિશાળ ફળિયામાં રહેતા રૂપસીંગભાઈ ધનાભાઈ ભુરીયા, અરૂણભાઈ રૂપસીંગભાઈ ભુરીયા તથા મુકેશભાઈ કનુભાઈ ભુરીયા એમ ત્રણેય જણાએ ભેગા મળી પોતાના જ ફળિયામાં રહેતી કલાબેન રામાભાઈ નળવાયાને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તુ ગ્રામ સભાની મીટીંગમાં ખોટી રજુઆતો કેમ કરે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાય જઈ ત્રણેય જણાએ ભેગા મળી કલાબેનને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે,મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં આ સંદર્ભે ઈજાગ્રસ્ત કલાબેન રામાભાઈ નળવાયાએ ગરબાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.