ટ્રાયબલ જિલ્લો ગણાતા એવા દાહોદ જિલ્લામાં વિકાસના નામે માત્ર મોટી મોટી વાતો : જિલ્લાની કચેરીઓમાં કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગરીબોનો બળાપો : દાહોદ જિલ્લામાં રાજકીય પક્ષો અને સરકારી અધિકારીઓની મીલી ભગત : વિકાસ કામો રામ ભરોસે !
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ દાહોદ જિલ્લાના વિકાસ કામ માટે અનેકવિધ યોજનાઓમાં કરોડ઼ો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. પરંતુ જિલ્લાની વિવિધ તાલુકા અધિકારીઓની કચેરીઓ દ્વારા વિકાસના કામોના નાણાંનો દુરઉપયોગ કરતાં હોવાનો આક્ષેપો સાથેની એક અરજી દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતાં એક જાગૃત નાગરિક દ્વારા પ્રધાનમંત્રી મોદી, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી અને દાહોદ જિલ્લામાં થઈ રહેલા આ ભ્રષ્ટાચાર સામે કાયદેસરની તપાસ કરવાની માંગણી પણ કરી હતી ત્યારે દાહોદ જિલ્લાની સરકારી કચેરીઓમાં અંદરખાને ચર્ચાઓમાં જાણવા મળ્યાં અનુસાર, ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિયો રાજકારણીઓતેમજ કેટલીક સરકારી વિભાગના કચેરીઓમાં પદસ્થ અધિકારીઓનો અંદરો અંદરનો વિખવાદ કચેરીઓમાંથી બહાર નીકળી જાહેરમાં આવી રહ્યો હોય તેમ પ્રતીત થઈ રહ્યો છે. આયોજન તેમજ ટી.એસ.પીના કામોમાં ચૂંટાયેલા પાખના રાજકીય પ્રતિનિધિઓ, સરકાર અને સ્થાનિક સિસ્ટમની લડાઈમાં જિલ્લાનો વિકાસ એળે મુકાઈ રહ્યો છે તેમ પ્રતિત થઈ રહ્યું છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તેમાંય ટ્રાયબલ ગણાતા આ જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં રોજગારીનો પ્રશ્ન ખુબ મોટો રહ્યો છે. દાહોદ જિલ્લામાં રોજગારીને અભાવે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો દાહોદ જિલ્લા બહાર પર પ્રાતમાં મજુરી કરવા જઈ રહ્યાં છે. સરકાર દ્વારા જિલ્લાને વિકાસના પંથે લઈ જવા માટે અનેવિધ યોજનાઓ થકી તેમજ ટીએસપી અંતર્ગત જુદા જુદા વિભાગોની કચેરીઓમાં કરોડો રૂપિયાના ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ટો ખરેખર દાહોદ જિલ્લાના વિકાસના કામોમાં વપરાઈ રહી છે. કે નહીં તે એક તપાસનો વિષય બની રહ્યો છે.કેટલાક વિભાગોમાં અધિકારીઓની એજેન્સીઓ જાેડે સાઠગાઠના લીધે વિકાસની જગ્યાએ દાહોદ જિલ્લો જુદા જુદા ક્ષેત્રે પાછળ રહેલો હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય પક્ષના ઓથો હેઠળ કામગીરી કરતા સરકારી કર્મચારીઓના તાબા હેઠળની કચેરીઓમાં ચૂંટાઈને પાકના પ્રતિનિધિઓના વિરોધ અને વાંધાઓ હોવા છતાં સિસ્ટમમાં ઘડાયેલા,માહેર અને ધુરંધર કહેવાતા કેટલાક અધિકારીઓ કાગળિયાની રમતો રમી જિલ્લામાં મોટાભાગના કામોમાં સરકારના નિયમો અને ગાઈડલાઈન વિરુદ્ધ જઈ વિકાસના કામોમાં જિલ્લાની લોકલ એજેન્સીઓને પડતા મૂકી સુરત અમદાવાદ જેવી મેગા સિટીમાં કામ કરતી એજન્સીઓને બારોબાર પધરાવી પોતાની મનમાની કરી રહ્યા હોવાની ચર્ચાઓ કચેરીઓના અતરંગ વર્તુળોમાંથી ચર્ચાઈ રહી છે. કચેરીઓ તેમજ રાજકીય ગલિયારોમાં ઉઠેલી ચર્ચાઓ મુજબ જિલ્લાની મહત્વની કચેરીમાં પદસ્થ કર્મચારીઓ ગત વર્ષોમાં જિલ્લાના વિવિધ યોજનાઓમાં ૩૦ થી ૪૦ કરોડના કામો સુરત અને અમદાવાદની એજેન્સીઓને પધરાવી દેવામાં આવ્યા હતા જેમાં સરકારમાં બેસેલા કેટલાક નેતાઓના ઈશારે આ કામો જિલ્લા બહારની એજન્સી ને ફાળવી દેવામાં આવ્યા હતા.હાલમાં પણ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓમાં સરકાર દ્વારા નિર્ધારિત કરેલા તમામ ક્રાઈટ એરિયા, નિયમો અને ગાઈડલાઈનમાં બંધ બેસતી હોવા છતાં એ તમામ લોકલ એજન્સીઓને પડતા મૂકી સરકારમાં બેસેલા કેટલાક નેતાઓની કઠપૂતળી બનેલા જિલ્લાના અધિકારીઓ આ વખતે પોતાની ટકાવારી વધાવી ૮૦ ટકાથી વધારાના કામો જિલ્લા બહારની એજન્સીઓને આપી દેવાની વેતરણમાં જાેતરાયા છે ત્યારે આ મામલે જિલ્લામાં ચૂંટાયેલા પાખનાં રાજકારણીઓ પ્રતિનિધિઓ, ઈજારદારો તેમજ અધિકારીઓ વચ્ચે ચાલતો ગજગ્રાહ કચેરીઓમાંથી બહાર ડોકિયું કાઢી રહ્યો છે જે હાલ કચેરીઓના અતરંગ વર્તુળમાં જાેરશોર થી ચંચાઇ રહ્યું છે તેમાં વાસ્તવિકતામાં તથ્ય કેટલું ? તે એક ગંભીર અને યક્ષ પ્રશ્ન છે જાે અધિકારીઓ દ્વારા આવી રીતે સિસ્ટમ અને સરકાર સાથે ખીલવાડ કરી પોતાના અંગત લાભ સારૂં જિલ્લાનો વિકાસને રૂધવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો આ એક ગંભીર બાબત છે. આ મામલે સરકાર અને સિસ્ટમમાં બેસેલા કેટલાક કર્તવ્ય નિષ્ઠ તેમજ ઈમાનદાર અધિકારીઓ દ્વારા આ મામલે સરકારશ્રીમાં રિપોર્ટ કરી વિકાસની આડમાં ચાલતા ખેલોને બંધ કરાવે તેવી સમયની માંગ છે. સાથે સાથે આદિવાસી બાહૂલ્ય ધરાવતા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેમજ આદિવાસી સમાજના હિતો તેમજ સુખાકારીને ધ્યાનમાં લઇ સરકારમાં નિયત કરેલી તકેદારીવિભાગ (વિજિલન્સ,) એનફોર્સમેન્ટ એટલે ઇડી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની તપાસ એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરે તે પણ એક સમયની માંગ છે. ખેર આ તો છેલ્લે ઈગો અને અહમની લડાઈ છે.બાકી ચૂંટાયેલી પાખના પ્રતિનિધિઓ,કર્મચારીઓ દાહોદ જિલ્લાવાસીઓના હિતમાં એકબીજાના સંકલનમાં રહી સાચા અર્થમાં વિકાસના કાર્ય કરે તેવી લાગણી અને માંગણી હાલના તબક્કે પ્રવર્તમાન સંજાેગોમાં ઉઠવા પામી છે.
ટ્રાયબલ જિલ્લો ગણાતા એવા દાહોદ જિલ્લામાં વિકાસના નામે માત્ર મોટી મોટી વાતો : જિલ્લાની કચેરીઓમાં કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગરીબોનો બળાપો : દાહોદ જિલ્લામાં રાજકીય પક્ષો અને સરકારી અધિકારીઓની મીલી ભગત ઃ વિકાસ કામો રામ ભરોસે !
દાહોદ તા.૧૪
કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ દાહોદ જિલ્લાના વિકાસ કામ માટે અનેકવિધ યોજનાઓમાં કરોડ઼ો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. પરંતુ જિલ્લાની વિવિધ તાલુકા અધિકારીઓની કચેરીઓ દ્વારા વિકાસના કામોના નાણાંનો દુરઉપયોગ કરતાં હોવાનો આક્ષેપો સાથેની એક અરજી દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતાં એક જાગૃત નાગરિક દ્વારા પ્રધાનમંત્રી મોદી, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી અને દાહોદ જિલ્લામાં થઈ રહેલા આ ભ્રષ્ટાચાર સામે કાયદેસરની તપાસ કરવાની માંગણી પણ કરી હતી ત્યારે દાહોદ જિલ્લાની સરકારી કચેરીઓમાં અંદરખાને ચર્ચાઓમાં જાણવા મળ્યાં અનુસાર, ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિયો રાજકારણીઓતેમજ કેટલીક સરકારી વિભાગના કચેરીઓમાં પદસ્થ અધિકારીઓનો અંદરો અંદરનો વિખવાદ કચેરીઓમાંથી બહાર નીકળી જાહેરમાં આવી રહ્યો હોય તેમ પ્રતીત થઈ રહ્યો છે. આયોજન તેમજ ટી.એસ.પીના કામોમાં ચૂંટાયેલા પાખના રાજકીય પ્રતિનિધિઓ, સરકાર અને સ્થાનિક સિસ્ટમની લડાઈમાં જિલ્લાનો વિકાસ એળે મુકાઈ રહ્યો છે તેમ પ્રતિત થઈ રહ્યું છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે.અને તેમાંય ટ્રાયબલ ગણાતા આ જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં રોજગારીનો પ્રશ્ન ખુબ મોટો રહ્યો છે. દાહોદ જિલ્લામાં રોજગારીને અભાવે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો દાહોદ જિલ્લા બહાર પર પ્રાતમાં મજુરી કરવા જઈ રહ્યાં છે.સરકાર દ્વારા જિલ્લાને વિકાસના પંથે લઈ જવા માટે અનેવિધ યોજનાઓ થકી તેમજ ટીએસપી અંતર્ગત જુદા જુદા વિભાગોની કચેરીઓમાં કરોડો રૂપિયાના ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટો ખરેખર દાહોદ જિલ્લાના વિકાસના કામોમાં વપરાઈ રહી છે. કે નહીં તે એક તપાસનો વિષય બની રહ્યો છે.કેટલાક વિભાગોમાં અધિકારીઓની એજેન્સીઓ જાેડે સાઠગાઠના લીધે વિકાસની જગ્યાએ દાહોદ જિલ્લો જુદા જુદા ક્ષેત્રે પાછળ રહેલો હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય પક્ષના ઓથો હેઠળ કામગીરી કરતા સરકારી કર્મચારીઓના તાબા હેઠળની કચેરીઓમાં ચૂંટાઈને પાકના પ્રતિનિધિઓના વિરોધ અને વાંધાઓ હોવા છતાં સિસ્ટમમાં ઘડાયેલા,માહેર અને ધુરંધર કહેવાતા કેટલાક અધિકારીઓ કાગળિયાની રમતો રમી જિલ્લામાં મોટાભાગના કામોમાં સરકારના નિયમો અને ગાઇડલાઇન વિરુદ્ધ જઈ વિકાસના કામોમાં જિલ્લાની લોકલ એજેન્સીઓને પડતા મૂકી સુરત અમદાવાદ જેવી મેગા સિટીમાં કામ કરતી એજન્સીઓને બારોબાર પધરાવી પોતાની મનમાની કરી રહ્યા હોવાની ચર્ચાઓ કચેરીઓના અતરંગ વર્તુળોમાંથી ચર્ચાઈ રહી છે.કચેરીઓ તેમજ રાજકીય ગલિયારોમાં ઉઠેલી ચર્ચાઓ મુજબ જિલ્લાની મહત્વની કચેરીમાં પદસ્થ કર્મચારીઓ ગત વર્ષોમાં જિલ્લાના વિવિધ યોજનાઓમાં ૩૦ થી ૪૦ કરોડના કામો સુરત અને અમદાવાદની એજેન્સીઓને પધરાવી દેવામાં આવ્યા હતા.જેમાં સરકારમાં બેસેલા કેટલાક નેતાઓના ઈશારે આ કામો જિલ્લા બહારની એજન્સી ને ફાળવી દેવામાં આવ્યા હતા.હાલમાં પણ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓમાં સરકાર દ્વારા નિર્ધારિત કરેલા તમામ ક્રાઇટ એરિયા, નિયમો અને ગાઇડલાઇનમાં બંધ બેસતી હોવા છતાં એ તમામ લોકલ એજન્સીઓને પડતા મૂકી સરકારમાં બેસેલા કેટલાક નેતાઓની કઠપૂતળી બનેલા જિલ્લાના અધિકારીઓ આ વખતે પોતાની ટકાવારી વધાવી ૮૦ ટકાથી વધારાના કામો જિલ્લા બહારની એજન્સીઓને આપી દેવાની વેતરણમાં જાેતરાયા છે ત્યારે આ મામલે જિલ્લામાં ચૂંટાયેલા પાખનાં રાજકારણીઓ પ્રતિનિધિઓ,ઇજારદારો, તેમજ અધિકારીઓ વચ્ચે ચાલતો ગજગ્રાહ કચેરીઓમાંથી બહાર ડોકિયું કાઢી રહ્યો છે.જે હાલ કચેરીઓના અતરંગ વર્તુળમાં જાેરશોર થી ચંચાઇ રહ્યું છે.તેમાં વાસ્તવિકતામાં તથ્ય કેટલું..? તે એક ગંભીર અને યક્ષ પ્રશ્ન છે. જાે અધિકારીઓ દ્વારા આવી રીતે સિસ્ટમ અને સરકાર સાથે ખીલવાડ કરી પોતાના અંગત લાભ સારૂં જિલ્લાનો વિકાસને રૂધવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો આ એક ગંભીર બાબત છે. આ મામલે સરકાર અને સિસ્ટમમાં બેસેલા કેટલાક કર્તવ્ય નિષ્ઠ તેમજ ઈમાનદાર અધિકારીઓ દ્વારા આ મામલે સરકારશ્રીમાં રિપોર્ટ કરી વિકાસની આડમાં ચાલતા ખેલોને બંધ કરાવે તેવી સમયની માંગ છે. સાથે સાથે આદિવાસી બાહૂલ્ય ધરાવતા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેમજ આદિવાસી સમાજના હિતો તેમજ સુખાકારીને ધ્યાનમાં લઇ સરકારમાં નિયત કરેલી તકેદારીવિભાગ (વિજિલન્સ,) એનફોર્સમેન્ટ એટલે ઇડી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની તપાસ એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરે તે પણ એક સમયની માંગ છે. ખેર આ તો છેલ્લે ઈગો અને અહમની લડાઈ છે.બાકી ચૂંટાયેલી પાખના પ્રતિનિધિઓ,કર્મચારીઓ દાહોદ જિલ્લાવાસીઓના હિતમાં એકબીજાના સંકલનમાં રહી સાચા અર્થમાં વિકાસના કાર્ય કરે તેવી લાગણી અને માંગણી હાલના તબક્કે પ્રવર્તમાન સંજાેગોમાં ઉઠવા પામી છે.