વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓની સમસ્યાઓના નિરાકરણ માટે કલેક્ટરને આવેદપત્ર આપવામાં આવ્યું હતું : દાહોદની સરકારી મામા ફડકે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે સમાધાન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદની આઈટીઆઈ નજીક આવેલી સરકારી મામા ફડકે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખાવા પીવાની તમામ સુવિધાઓની તકલીફો પડતી હોવાના કારણે હોસ્ટેલના બહાર પટાંગણમાં વિધાર્થીઓએ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે સત્વરે સમસ્યાનો ત્વરીત નિકાલ આવે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને દાહોદની ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટર દ્વારા મામા ફડકે હોસ્ટેલના સત્તાધિશોને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવા આદેશો કરવામાં આવતાં માત્ર પાંચ દિવસના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીઓની સમસ્યાઓનું પાંચ દિવસની અંદર નિરાકરણ કરવામાં આવ્યું છે.
મામા ફડકે હોસ્ટેલમાં દાહોદ જિલ્લા તેમજ અન્ય આસપાસના જિલ્લાના આદિવાસી સમાજના વિધાર્થીઓ વિવિધ શાળાઓમાં તેમજ કોલેજાેમાં અભ્યાસ કરે છે અને વિધાર્થીઓ મામા ફડકે હોસ્ટેલમાં રહી રોકાણ કરે છે ત્યારે ૩૮૦ થી વધુ વિધાર્થીઓને રેહવાની, જમવાની તેમજ વિવિઘ સમસ્યાઓનો સામનો કરાતા હોવાના આક્ષેપો મૂકી ૦૭મી સપ્ટેમ્બરના રોજ રાત્રી દરમિયાન હોસ્ટેલમાં રહેતા તમામ વિધાર્થીઓએ હોસ્ટેલની બહાર પટાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાયો હતો. વેહલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી જાેકે વિરોધ કરતા વિદ્યાર્થીઓની જાણ દાહોદ ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડાને મળતા તાબડતોડ મામા ફડકે હોસ્ટલ પોહચીને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું અને હોસ્ટેલમાં રોકાણ કરતા વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની માંગ કરી હતી જાે વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો ઉપલા લેવલે રજૂઆત કરવાની તેમજ ધરના કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હોસ્ટેલના સંચાલક સરકારી અધિકારી તાબડતોડ મામા ફડકે હોસ્ટેલ પહોંચ્યા હતા અને વિધાર્થીઓના આક્ષેપને વખોડી કાડી જણાવવામાં આવ્યું હતું કે વિધાર્થીઓને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. નવું હોસ્ટેલ બનીને તૈયાર છે અને રસોડાની સમસ્યા બે દિવસોમાં નવા હોસ્ટેલમાં શરૂ કરી દેવામાં આવશે તેવું જણાવાયું હતું. આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટરને દાહોદની ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પરિસ્થિતીને ગંભીરતાથી લઈ કલેક્ટર દ્વારા મામા ફડકે હોસ્ટેલના સત્તાધિશોને આદેશો કરતાં હોસ્ટેલના સત્તાધિશો દ્વારા માત્ર પાંચ દિવસની અંદર સમસ્યાનું નિરાકરણ કરી રસોડું નવીન બિલ્ડીંગમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. શુધ્ધ પાણી માટે ચાર આરો સીસ્ટમ ચાલુ કરવમાં આવ્યાં અને બે બાથરૂમ તેમજ એક રૂમમાં બે પંખા નાંખવામાં આવ્યાં છે.