દેવગઢ બારીયા નગરના નવીન બની રહેલા અંતિમ ધામની કામગીરી આજે પણ અધુરી : પાલિકાનો કથળતો વહીવટ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દેવગઢ બારીયા નગરમાં સત્તાધીસો દ્વારા નગરમાં વિકાસના કામોને લઈ જાણે રણસીંગો ફૂકતા હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે આ પાલિકા તંત્ર દ્વારા નગરના નવીન બની રહેલા સ્મશાન ગૃહ તેવા અંતિમધામની કામગીરી ૨૦૧૭/૧૮ ની સાલમાં શરૂં કરાઈ હતી ત્યારે આ અંતિમધામ નું કામ હજી સુધી પૂર્ણ થયું નથી આ અંતિમધામમાં આજે પણ નથી ત્યાં કોઈ પૂરતી સુવિધાઓ અંતિમ ક્રિયા કરવા માટે આવતા નગરજનો અંતિમ ક્રિયા માટે નથી પૂરતા લાકડાની વ્યવસ્થા નથી સૂકા લાકડાની વ્યવસ્થા કે નથી કોઈ ત્યાં પાણીની વ્યવસ્થા જેના કારણે આ નવીન બની રહેલા અંતિમધામ બનાવવામાં ૪ થી ૫ વર્ષ નો સમય થવા છતાં પણ અહીંના સત્તાધીસો દ્વારા આ નવીન બની રહેલા અંતિમધામ માટે ક્યાંક તો સમય નથી કે પછી અંતિમધામ પાછળ સમયનો વેડફાટ કરવો નથી જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ નવીન બની રહેલા અંતિમધામ ના કામમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બુ આવતી હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે નગરજનો ને જરૂરિયાત મુજબના કામો ના થતા હોવાનું અને સત્તાધીશો દ્વારા ખાલી ને ખાલી શો બાજી કરવામાં આવતી હોય તેમ આ અંતિમધામ ના કામને જાેઈ ને કહેવાય રહ્યું છે ત્યારે આ પાલિકાના સત્તા ધીસો દ્વારા અંતિમધામ તેવા સ્મશાન ગૃહનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે કે કેમ તે નગરજનોએ જાેવાનું રહ્યું.

