લીમખેડા તાલુકાના વટેડા ગામે એક બોલેરો ગાડીના ચાલકે એક આઈસર ગાડીને અડફેટમાં લઈ આઈસર ગાડીને નુકસાન પહોંચાડ્યું
દાહોદ તા.૧૪
લીમખેડા તાલુકાના વટેડા ગામે એક બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતી એક આઈસર ગાડીને અડફેટમાં લઈ ટક્કર મારતા આઈસર ગાડી તેમજ પોતાની બોલેરો ગાડીને નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના વટેડા ગામે ગત તા.૧૩.૧૦.૨૦૧૯ના રોજ પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતી શ્યામકુમાર છેદીલાલ પટેલ (રહે.મુંબઈ) નાઓની આઈસર ગાડીને અડફેટમાં લઈ ટક્કર મારતા આઈસર ગાડી આગળના ભાગના શો ને તથા પાછળના કેબીનને નુકસાન પહોંચાડ્યા હતુ તે ઉપરોક્તા બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની બોલેરો ગાડીને પણ નુકસાન પહોંચાડતા આ સંબંધે શ્યામકુમાર છેદીલાલ પટેલે લીમખેડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.