ટ્રાફિક સિગ્નલો શોભાના ગાઠીયા સમાન : ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોમાં પણ તું.. તું.. મેં..મેં..ના દ્રશ્યો જાેવા મળ્યાં : દાહોદ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યા : ટ્રાફિક પોલીસ જવાનો પણ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૬

દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના ભારણના કારણે કલાકો સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. ટ્રાફિક જવાનો પણ ટ્રાફિકની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ પ્રતિત થઈ રહ્યાં છે ત્યારે દાહોદ શહેરમાં લાગેલ ટ્રાફિક સિંગ્નલો માત્ર શોભાના ગાઠીયા સમાન બની રહ્યાં છે.
ટ્રાફિકની સમસ્યાથી દાહોદ શહેરવાસીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. દાહોદ શહેરના પડાવ વિસ્તારથી લઈ એમ.જી.રોડ, નગરપાલિકા ચોક, યાદગાર ચોકથી લઈ બસ સ્ટેશન વિસ્તાર અને ગોવિંદ નગર, ગોધરા રોડ, અનાજ માર્કેટ રોડ, બહારપુરા જેવા અનેક નાના મોટા વિસ્તારોના જાહેર માર્ગાે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. શહેરના પડાવ વિસ્તાર ખાતેથી મોટા ભારે વાહનોની ઉપર પ્રતિબંધ હોવા છતાંય મોટા અને ભારે વાહનોની અવર જવરો જાેવા મળી રહી છે. ટ્રાફિક જવાનો પણ ટ્રાફિકની સમસ્યાને નિવારવામાં અસફળ જાેવા મળ્યાં હતાં બીજી તરફ ટ્રાફિક જામનું સૌથી મોટુ કારણે રસ્તાની વચ્ચો વચ્ચે અડીંગો જમાવી બેઠેલા રખડતાં પશુઓના કારણે પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં રહે છે જ્યાં જુઓ ત્યાં રસ્તાની વચ્ચો વચ્ચે રખડતાં પશુઓ અડીંગો જમાવી બેસતાં અને ઘણીવાર તો જાહેરમાં બાખડતાં પશુઓના કારણે ટ્રાફિક જામની સાથે સાથે માવન જીવને પણ જાેખમમાં મુકી દેતાં હોય છે. ઘણી વાર તો ઈમરજન્સી એમ્બ્યુલંશ પણ દર્દીઓની સાથે ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે. ટ્રાફિક જામના કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કલાકોનો સમય લાગી જાય છે. ઘણીવાર તો ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો વચ્ચે તું.. તું.. મેં.. મેં.ના દ્રશ્યો પણ સર્જાય જાય છે. દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે અને ટ્રાફિકના નિયમોનું પાલન થઈ શકે તે માટે વર્ષાે પહેલા દાહોદ શહેરમાં અનેક સ્થળોએ ટ્રાફિક સિગ્લનલો પણ લગાવવામાં આવ્યાં હતાં પરંતુ ઘણા સમયથી આ ટ્રાફિક સિગ્નલો પણ બંધ પડ્યાં છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ થતું નથી ત્યારે આવા કપરા સમયમાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે શહેર પોલીસ યોગ્ય કામગીરી કરે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: