દાહોદના મસમોટા ખાડાઓ લોકોના જીવને જાેખમમાં મુકી રહ્યાં છે : દાહોદના રળીયાતી નજીક ૪૦ વિદ્યાર્થીઓ ભરેલ સ્કુલ બસ ખાડામાં ખાબકી : સદ્નસીબે કોઈ જાનહાની નહીં
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના રળીયાતી ગામ નજીક એક સ્કુલ બસ રસ્તાની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી જતાં ૪૦ થી વધુ જેટલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. દાહોદ શહેરમાં ખાડાઓના સામ્રાજ્યને પગલે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે દાહોદ સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા આવા ખાડાઓને પુરવામાં આવે નવીન રસ્તાઓ બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.
દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં સ્થિત કન્યા શાળામાં દાહોદ તાલુકાના આસપાસના અંતરિયાળ ગામોથી ભણવા આવતી ૪૦ થી વધુ વિદ્યાર્થીઓનીઓનું આબાદ બચાવ થયો હતો. બે દિવસ પહેલાં બાપોરના સમયે શાળાનો સમય પુરો થતા સ્કૂલ બસમાં બેસી પોત પોતાના ઘરે સ્કુલ બસમાં બેસી વિદ્યાર્થીઓ જતાં હતાં ત્યારે દાહોદ તાલુકાના રળીયાતી નજીક નેશનલ હાઈવેને જાેડતા રસ્તા પર સ્કૂલ બસના ચાલકે આગળ ચાલતા વાહનને ઓવરટેક કરતા બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને જાેજતોજામાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓ ભરેલ સ્કુલ બસ રસ્તાની સાઈડમાં આવેલ ખાડામાં સ્કુલ બસ ખાબકી ગઈ હતી. અકસ્માત થતાજ બુમબુમ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. સ્થાનીકો દ્વારા બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બસમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
સદ્નસીબે કોઈપણ વિદ્યાર્થીને ઈજાઓ થવા પામી ન હતી. સ્થાનીક લોકોએ હાંસકારો લીધો હતો અને બસ ચાલકને ઠપકો આપતા બસ સંભાળીને ચલાવવા જણાવવામાં આવ્યું હતું ત્યારે તમામ વિદ્યાર્થીઓ પગપાળા ઘરે જવા મજબુર થતા એક ટ્રેકટર ચાલકે તમામ વિદ્યાર્થીનીઓને ટ્રેકટરમાં બેસાડી વિદ્યાર્થીનીઓને ઘરે પહોંચાડવાની કામગીરી કરી હતી.
