પ્રાથમીક શાળાઓમાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા પોલીસ અસમર્થ : દાહોદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ૧૫થી વધુ પ્રાથમીક શાળાઓમાં ચોરી જિલ્લામાં પ્રાથમીક શાળાઓમાં ચોરીઓની ઘટના વધતાં શાળા સંચાલકોમાં રોષની લાગણી વ્યાપી : પોલીસની કામગીરી પર અનેક સવાલો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧પ
દાહોદ જીલ્લામાં છેલ્લા એક મહિનાના સમયગાળા દરમ્યાન પ્રાથમિક શાળાઓને નિશાન બનાવી પ્રાથમિક શાળામાં ચોરીની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. છેલ્લા ર૦ દિવસની અંદર દાહોદ જીલ્લાની કુલ ૧પથી ર૦ પ્રાથમિક શાળાઓને તસ્કરો દ્વારા નિશાન બનાવાતા જીલ્લાની પોલીસ કામગીરી ઉપર શંકા – કુશંકાઓ વહતી થવા પામી છે.
દાહોદ જીલ્લામાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, મોબાઈલની લુટ ચોરી કરતી ટોળકી, ચીલઝડપ કરતી ટોળકી અને લુટ ચલાવતી ટોળકીની સાથે સાથે હવે તસ્કરોએ જાણે હવે નવો કિમીયો અપનાવ્યો હોય તેમ જીલ્લાની પ્રાથમિક શાળાઓને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમ્યાન તસ્કરોએ જીલ્લામાં આવેલ ૧પ થી વધુ પ્રાથમિક શાળાઓના તાળાઓ તોડી શાળાઓમાંથી અનાજ, ગેસના બોટલો, પંખાઓ, એલઈડી ટીવીઓ, મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટરના સાધાનો વિગેરેની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા હોય છે. આ ગુનાઓ સંદર્ભે જીલ્લાના જે તે પોલીસ મથકે ફરીયાદ નોંધાયેલ છતા પણ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવાની કોઈ કામગીરી ન કરતા પ્રાથમિક શાળાના પ્રશાસનમાં આક્રોશ પણ જાેવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જીલ્લામાં છેલ્લા ર૦ દિવસની અંદર ગરબાડા તાલુકાની કથોલીયા, લીમખેડાની ચીલાકોટા, ખીરખાઈ, દાહોદ તાલુકાની રામપુરા, કતવારા, જાલત, ત્યાર બાદ ફરીથી ગરબાડા તાલુકાની ગુલબાર પ્રા.શાળામાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપ્યો હતો.માટે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જીલ્લા પોલીસ દ્વારા પ્રાથમિક શાાળમાં ચોરી કરતી તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠવા પામી છે.