ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી એક ૧૩ વર્ષીય સગીર યુવકનું અપહરણ
દાહોદ તા.૧૪
ઝાલોદ તાલુકાના લીમજી નગરમાંથી એક ૧૩ વર્ષીય સગીર યુવકને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા સગીર યુવકનું અપહરણ કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં હરીઓમ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ કનુભાઈ ચૌહાણના ૧૩ વર્ષીય સગીર પુત્ર તુષારભાઈનું ગત તા.૧૨.૧૦.૨૦૧૯ના રોજ લીમડી કારઠ રોડ તરફથી કોઈ અજાણી વ્યÂક્તઓએ અપહરણ કરી લઈ નાસી જતા આ સંબંધે અપહત સગીર યુવકના પિતા રાકેશભાઈ કનુભાઈ ચૌહાણે લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

