ઝાલોદ એપીએમસીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બીન હરીફ ચુંટાઈ આવ્યાં : ઝાલોદ ભાજપના માજી ધારાસભ્ય મહેશ ભુરીયા ચેરમેન અને વિજય કોળી વાઈસ ચેરમેન પદે ચુંટાયાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ એપીએમસીની ચુંટણી સંમ્પન્ન થયાં બાદ આજરોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે ભાજપના માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા અને વાઈસ ચેરમેન તરીકે વિજયભાઈ કોળી ચુંટાયાં હતાં.
ઝાલોદ નગરમાં આવેલ ઝાલોદ એપીએમસીની ચુંટણી થોડા દિવસો પહેલાં સંમ્પન્ન થઈ હતી અને ચુંટણીમાં ઝાલોદના માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની પેનલનો ભવ્ય વિજયી થયો હતો ત્યારે આજરોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે મહેશભાઈ ભુરીયા અને વાઈસ ચેરમેન તરીકે વિજયભાઈ કોળી સર્વાનુમતે બિન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં. ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ ૧૫ બેઠકોમાંથી ૧૩ બેઠકો પર મહેશભાઈ ભુરીયા ની પેનલનો વિજય થયો હતો. એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની દશે દશ બેઠકો પર મહેશભાઈ પુરાની પેનલ જીતી હતી. વેપારી વિભાગમાંથી ચારમાંથી બે બેઠકો પર તેમાં સંઘની બે બેઠકોમાંથી એક બેઠક પર વિજય થયા હતા. આમ એપીએમસીને ૧૫ બેઠકોમાંથી ૧૩ બેઠકો ભાજપે કબજે કરી હતી જેમાં મહેશભાઈ ભુરીયાના સમર્થકો વિજય થયા હતાં. ચેરમેન અને વાઈસ ચેરમેનના સમર્થકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. એકબીજાને મોંહ મીઠું કરાવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સમર્થકો દ્વારા વિજયી ઉત્સવ મનાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.