દાહોદ શહેરના ગરબાડા ચોકડી પાસેથી પોલીસે રૂપિયા 55,488/- ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.19
દાહોદ શહેરમાંથી પસાર થતા ગરબાડા ચોકડી પાસેથી પોલીસે એક ફોરવીલર ગાડીમાંથી રૂપિયા 55,488/- ના વિદેશી દારૂનો જથ્થો જ્યારે પોલીસને જોઈ નથી જવામાં સફળ રહ્યો હતો.
ગત તારીખ 18મી સપ્ટેમ્બર ના રોજ અરબાજખાન સનાવરખાન પઠાણ નામક વ્યક્તિ પોતાના કબજાની ફોરવીલર ગાડી લઈ ગરબાડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પોલીસને મળેલ બાકીના આધારે તેની ગાડીનો પૂછો કરતા પોલીસને જોઈ અરબાઅજખાન પોતાના કબજાની ગાડી સ્થળ પર મૂકી નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરનો કુલ રૂપિયા 55,488/- જથ્થો ઝડપી પાડી ઉપરોક્ત ચાલક વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.