દાહોદ તાલુકાના ગલાલીવાડ ગામેથી પોલીસે મોટર સાયકલ પર લઈ જવાતો રૂપિયા 40,772/- ના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી : અન્ય બે ફરાર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.19

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ પૈકી એકને મોટરસાયકલ સાથે ઝડપી પાડી રૂપિયા 40,772/- ના વિદેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરી હોવાનું મળે છે.

ગત તારીખ 18 મી સપ્ટેમ્બર ના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગલાલીયાવાડ ગામે નાકાબંધી કરી આવતા જતા વાહનોની તલાશ હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી એક મોટરસાયકલ પર સવાર ત્રણ ઈસમો પસાર થઈ રહ્યા હતા જ્યાં પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગોપાલભાઈ અશોકકુમાર સાસી (રહે. ગાલીયાવાડ) ને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે સતીશકુમાર પ્રકાશભાઈ સિસોદિયા (રહે. દેલસર) અને રામુભાઈ ભમરભાઈ સિસોદિયા (રહે. ગલાલીયાવાડ) નાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ થયા હતા પોલીસે ઝડપાયેલ મોટરસાયકલ ના ચાલક પાસેથી 40,772/- ના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે અટકાયત કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: