દાહોદ શહેરના રામનગર ખાતે જાહેરમાં રમાતા જુગાર ધામ પર પોલીસનો સપાટો : પાંચ જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 10,760/- ની રોકડ કબજે કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.19
દાહોદ શહેરના રામનગર વિસ્તાર ખાતે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ જડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપિયા 10,760/- સાથે પાંચેય જુગારીઓને જેલ ભેગા કર્યા હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ 18 મી સપ્ટેમ્બર ના રોજ દાહોદ શહેરમાં આવેલ રામનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં રમાતા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલા કિરણભાઈ કાંતિલાલ ચાવડા, ગગન રાજુભાઈ પલાસ, લાલાભાઈ કીકાભાઈ ગણાવા, વિજયભાઈ સનાભાઇ પરમાર અને મુકેશભાઈ લુણીયાભાઈ અર્જુનિયાનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડપી અને દાવ પરથી કુલ રોકડા રૂપિયા 10,760/- સાથે પાંચેય જુગારીઓને જેલ ભેગા કરી દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આપણને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

