ક્ષય વિભાગના કર્મીઓની પડતર માંગણીઓ સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
ક્ષય વિભાગના કરારબધ્ધ કર્મચારી સંઘ ય્ઇઝ્રજીેંના સંઘ પ્રમુખ હેમાંશુ પંડ્યાએ જણાવ્યુ છે કે અમે છેલ્લા પાંચ કરતા વધુ વર્ષથી સરકારના સક્ષમ અધિકારીઓ અને પદાધિકારીઓને લેખિત રજુઆતો તેમજ રૂબરૂ મળીને નિયમાનુસાર સંતોષવા લાયક તમામ માંગણીઓ સંતોષવા સતત વિનંતીઓ કરતા આવ્યા છીએ તેમજ વચ્ચેના સમયમાં પેનડાઉન – દર્દીની સેવા સિવાયની તમામ કામગીરી સ્થગિત કરવા સાથે હડતાળ કરતા રહ્યા છીએ પરંતુ નિષ્ફળ સરકારી નિતીઓને કારણે માત્ર આશ્વાસનો મળ્યા છે અને ક્ષય વિરૂધ્ધ સતત લડત આપી રહેલ કર્મીઓને માત્ર લોલીપોપો જ આપવામાં આવી રહી છે ત્યારે ફરી એકવખત પોતાની સમસ્યા – પડતર માંગણીઓને લઈને તાજેતરમાં રજુઆત કરી અને શાંતિપ્રીય રીતે સરસકારની આંદોલન નિવારણ સમિતિ સહીત તમામને પત્રથી જાણ કરી સંભવીત હડતાલના અંતિમ સસ્ત્રથી અવગત કરાયા હતા અને સત્વરે નિરાકરણ લાવવા જણાવાયુ હતુ પરંતુ સરકારમાં રહેલ આરોગ્યના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીના અણધડ આયોજનો, કાર્યકુશળતાનો અભાવ અને જાહેર આરોગ્ય તેમજ જાહેરહિતની પરવા વથર વેઠીયાપ્રથાનું માનસ ધરાવી ક્ષય વિભાગના કરારી કર્મીઓની હડતાલની પુર્વસુચનાને અવગણી આંદોલનની પરિસ્થિતી નિર્માણ કરી છે. અને જાહેર આરોગ્ય સામે જાેખમ ઉભુ કરેલ છે જે વેદનાજનક રહ્યું છે. સંઘપ્રમુખના જણાવ્યાનુસાર વિવિધ પ્રકારની વ્યુહરચના સાથે હડતાલને ઉગ્ર બનાવાશે અને કચેરી-ઘરો સહિતના સથળે ઘેરાવના આયોજનો પણ થશે.