ઝાલોદ નગરમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપીયા ૧.૮૦ લાખની મત્તાની ચોર કરી ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ઝાલોદ એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડા રૂપીયા તેમજ સોના – ચાંદીના ચાંદીના મળી કુલ રૂા. ૧,૮૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ ઝાલોદ નગરમાં આવેલ ગોકુળધામ સોસાયટીમાં રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ સોસાયટીમાં રહેતાં સોમાભાઈ કસુભાઈ અડના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી રોકડા રૂપીયા ૮૫,૦૦૦ અને સોના – ચાંદીના દાગીના કિંમત રૂા. ૯૫,૦૦૦ વિગેરેની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સોમાભાઈ કસુભાઈ અડ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.