દેવગઢ બારીઆ નગરમાં ભે દરવાજા પાસેથી પોલિસે કુલ રૂ.૩૧ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરાના બે ઈસમોની અટકાયત કરી
દાહોદ તા.૧૪
દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા પાસેથી
આભાર – નિહારીકા રવિયા પોલિસે એક ફોર વ્હીલર ગાડીમાંથી કુલ રૂ.૩૧,૯૨૦ ના પ્રોહી જથ્થા સાથે વડોદરા ખાતે રહેતા બે ઈસમો પૈકી વિદેશી દારૂ ભરી આપનાર સહિત ત્રણ ઈસમો વિરૂધ્ધ પોલિસે ફરીયાદ નોંધ્યાનું જાણવા મળે છે.
વિશાલભાઈ રાજુભાઈ કદમ (રહે વાસરીયા રીંગ રોડ,વડોદરા) તથા કલ્પેશભાઈ જગદીશભાઈ રાજપુત (રહે.વાસરીયા રીંગ રોડ,વડોદરા) એમ બંન્ને જણા પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના વેડ ગામે રહેતા વિક્રમભાઈ નામક ઈસમના ત્યાથી વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા વિસ્તારમાં નાકાબંધીમાં ઉભેલ પોલિસે ઉપરોક્ત ઈસમની ફોર વ્હીલર ગાડી ઉભી રખાવી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૯૬ જેની કુલ કિંમત રૂ.૩૧,૯૨૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને જણાને ઝડપી પાડી વિદેશી દારૂ ભરી આપનાર વિક્રમભાઈ સામે પણ દેવગઢ બારીઆ પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.