શિક્ષકો, આઉટસોર્સિંગના કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ વિગેરે કર્મચારીઓએ સરકાર સામે વાયો ચઢાવી : દાહોદ જિલ્લામાં વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના માર્ગે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લામાં મોટાભાગના સરકારી કર્મચારીઓથી લઈ વિવિધ સંગઠનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે બાંયો ચઢાવી છે. પોતાની વિવિધ પડતર માંગણીઓને આરોગ્ય વિભાગ, ક્ષય વિભાગ, શૈક્ષણિક વિભાગ, આઉટસોર્સિંગકર્મચારીઓ વિગેરે જેવા દાહોદ જિલ્લાના અનેક કર્મચારીઓ દ્વારા આંદોલનના માર્ગે ઉતરી અચોક્સ મુદતની હડતાળ સહિત કામકાજથી અળગા રહી વિરોધ નોંધાંવી રહ્યાં છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા એક માસ દરમ્યાન જિલ્લાના વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ, શિક્ષકો, આઉટસોર્સ્િંાગ કર્મચારીઓ, ક્ષય વિભાગના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ જેવી કે પગાર વધારો, ભથ્થુ વધારો, કાયમી કરવા, શિક્ષકોની ભરતી વધારવા, કામનું ભારણ ઓછુ કરવા, જેવા વિવિદ મુદ્દેએ કર્મચારીઓ ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાનું નક્કી કરતાં દાહોદ જિલ્લા પંચાયત વિભાગના મોટાભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતરી જતાં કામકાજ પર પણ અસર જાેવા મળી રહી છે. કર્મચારીઓએ હડતાળ, અચોક્કસ મુદતની હડતાળ, કામકાજથી અળગા રહેવું, ભુખ હડતાળ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે. કર્મચારીઓના આક્ષેપો છે કે, સરકાર સમક્ષ અનેકવાર પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે અનેકવાર રજુઆત કરવા છતાંય સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓની અવગણના કરવામાં આવી રહી છે. કર્મચારીઓને માત્રને માત્ર લોલી પોપ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં સરકારને આ કર્મચારીઓના આંદોલનના કારણે ચુંટણીમાં પણ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી અસરો જાેવા મળી રહી છે. ઘણા કર્મચારીઓએ તો ચુંટણી પ્રક્રિયાઓનો પણ બહિષ્કાર કર્યાેં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે વિધાનસભાની ચુંટણી નજીક હોય અને તેવામાં કર્મચારીઓના આંદોલનના પગલે દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે.