દાહોદ જિલ્લાના ઝાલોદના એ.એસ.પી. વિજયસિંહ ગુર્જરનું પ્રમોશન થતાં ઝાલોદ નગરના પોલીસ કર્મચારીઓ સહિત ઝાલોદ નગરવાસીઓએ સન્માન સાથે વિદાય સમારંભ તેમજ વરઘોડો કાઢવામાં આવ્યો
રિપોર્ટર : ગગન સોની





દાહોદ તા.૨૧
ઝાલોદ ડિવિઝનના પોલિસ પરિવાર દ્વારા એ.એસ.પી વિજયસિંહ ગુજ્જરનુ પ્રમોસન થતાં તેમનો વિદાય સમારંભ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો, તેમના બઢતી સાથેના વિદાય સમારંભમાં ઝાલોદ નગરના નાગરિકો, પોલિસ પરિવારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા,એ.એસ.પી ગુજ્જર પોલિસ પરિવાર દ્વારા સજાવેલ જીપમાં પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે આવ્યા હતા ત્યાં તેમનું સ્વાગત દેશ ભક્તિના ગાન સાથે કરવામાં આવ્યું હતું,તેમના વિદાય સમારંભમાં દરેક પોલિસ પરિવારના લોકો દ્વારા શાલ ઓઢાવી, ભોયરુ પહરાવી, આદિવાસી સંસ્કૃતિની છબી આપી, તીર કામઠા આપી કરવામાં આવ્યું હતું, પોલિસ પરિવાર બાદ તેમનું સન્માન ઉપસ્થિત પત્રકાર મિત્રો, ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ઉપસ્થિત પોલિસ મિત્રો દ્વારા એ.એસ.પી વિજયસિંહ ગુજ્જરના સાથે કરેલ કામગીરીના વખાણ કર્યા હતા,પોલિસ પરિવારના સહુ લોકો એક વાત કહેતા કે ગુજ્જર સાહેબ સદા પોલિસ મિત્રો સાથે ઑફીસર તરીકે નહીં પણ પરિવારના સદસ્ય ની જેમ રહેતા, તેમજ કોઈ પણ સારી કામગીરી માટે તેઓ સદા તત્પર રહેતા હતા, ગુજ્જર સાહેબ દ્વારા ખુબજ ટૂંકા સમયમાં ગ્રામજનો નો પણ વિશ્વાસ જીત્યો હતો, વિજય સિંહ ગુજ્જર ઝાલોદમાં કાયઁકાળ પૂરો થતાં ગદગદ થઈ ગયા હતા અને સહુ પોલિસ મિત્રો અને ગ્રામજનોને એમ કહ્યું કે સદા પોતાના કામ સાથે વફાદારી સાથે આગળ વધજો તેમજ કોઈ પણ સારા કામ માટે માર્ગદર્શન લેવું હોય તો તેઓ સદા તેનાં માટે તૈયાર રહેશે ,ગોહિલ સાહેબ દ્વારા સમગ્ર સ્ટેજ પ્રોગ્રામનુ સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું, છેલ્લે પોલીસ પરિવાર દ્વારા પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ફૂલો ઉછાળી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પ્રભુતા પાર્ટી પ્લોટથી એ.એસ.પી વિજયસિંહ ગુજ્જરને ઘોડા પર બેસાડી પોલિસ સ્ટેશન પર ફટાકડાની આતશબાજી સાથે લઈ જવામાં આવ્યા હતા, છેલ્લે પોલિસ સ્ટેશન ખાતે એ.એસ.પી ગુજ્જર દ્વારા સહુના મળેલ પ્રેમ પ્રત્યે આભાર માનવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ઉપસ્થિત સહુ લોકો માટે પોલિસ પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, સી.પી.આઇ, આજુ બાજુના વિસ્તારના પી.એસ.આઇ તેમજ તેમના પોલિસ પરિવારના સમગ્ર લોકો હાજર રહ્યા હતા

