પશુઓની સારવાર માટે ૧૯૬૨ તેમજ પશુ ચિકિત્સકને સારવાર કરવા માટે જાણ કરવા છતાં પણ સમયસર સારવાર ન મળતા હોવાના પશુપાલકોના આક્ષેપની સાથે સાથે રોષ : સંજેલીના ડુંગરા સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાઈરસના કહેરથી પશુપાલકો ત્રાહિમામ્
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
સંજેલી તાલુકાના વિવિધ ગામોમાં લંપી વાયરસનું કહેર યથાવત છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુઓ લંપીવારસથી સંક્રમિત થઈ ગયા છે ત્યારે પશુપાલકો પણ તેમના પશુઓની વહેલી તકે સારવાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સંજેલી તાલુકાના ડુંગરા ગામના કમોલ ફળિયામાં રહેતા પશુપાલકો એ પોતાના પશુઓને લંપી વાયરસ ના કારણે પોતે ચિંતિત હોવાનું જણાવ્યું હતું તેમજ પશુઓની વહેલી તકે સારવાર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી તાલુકાના ડુંગરા ગામના કામોલ ફળિયા સહિતના વિસ્તારોમાં લંપી વાયરસનો પગ પગપેસારૂં જાેવા મળ્યો હતો ત્યારે પશુ પાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પશુઓને લંપી વાયરસ જેવા લક્ષણો જણાતા તેમને વિવિધ જગ્યાએ પોતાના પશુઓની સારવાર માટે જાણ કરી હતી છતાં કોઈએ પણ તેમના પશુઓની આવીને સારવાર કરી ન હતી. પશુ દવાખાના તેમજ ૧૯૬૨ પર પણ કોલ કરી અને લંપી વાયરસના પોતાના પશુઓ પીડાતા હોવાની માહિતી આપતી હતી ત્યારે તેમને સારવાર માટે ની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ દિવસ વિતવા છતાં પણ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પશુ માટેની સારવાર કરવા માટે પશુ દવાખાના માટેનું વાહન તેમજ કોઈપણ જવાબદાર વ્યક્તિ આવ્યું નઈ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ પશુપાલકોએ જવાબદારોની આવી લાપરવાહી બાબતે પણ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો તેમ જ પોતાના પશુઓને આ પીડાથી બીમાર હોય પીડાતા જાેઈ પશુપાલકો પોતે ચિંતિત હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે વહેલી તકે સંજેલી તાલુકાના ડુંગરા સહિતના વિસ્તારોમાં પણ લંપી વાયરસ તે સંક્રમિત પશુઓની સારવાર ઝડપી શરૂં કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી.
ડુંગરા કામોલ ફળિયામાં રહેતા સંદીપભાઈ દ્વારા તેમના વિસ્તારમાં લાંપી વાયરસથી સંક્રમિત પશુઓની માહિતી પશુ વિભાગમાં પણ કરાઈ હતી. ૧૯૬૨ ઉપર પણ જાણ કરી હતી છતાં કોઈ આવ્યું ન હતું અને સંક્રમિત પશુઓની સારવાર કરવા માટે વારંવાર કોલ કર્યા હતા છતાં કોઈ આવ્યું ન હતું. વહેલા તકે સંક્રમિત પશુઓની સારવાર થઈ જાય તેવી જવાબદાર તંત્રને અપીલ કરી હતી. ડુંગરા કામોળ ફળિયામાં રહેતા રજાત ભુર્સીંગભાઈ દ્વારા પણ જણાવ્યું હતું કે તેમના પશુ બાબતે પશુ દવાખાને તેમને ચાર ચાર દિવસથી જાણ કરી છે છતાં પણ કોઈ સારવાર માટે આવ્યું ન હતું.