ગુજરાતમાં પશુ નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા દાહોદ શહેર સહિત જિલ્લામાં માલધારી સમાજે એક દિવસીય વિરોધ નોંધાવ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદના માલધારી સમાજ દ્વારા વિરોધ ગુજરાતમાં ઢોર નિયત્રંણ કાયદાના વિરોધ તા ૨૧.૯.૦૨૨ ના રોજ દાહોદ જિલ્લામાં દૂધની આવક સહિત દૂધનો વિતરણ માલધારી સમાજ દ્વારા બંધ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં માલધારી સમાજ પર સરકાર દ્વારા જે અત્યાચારો કરવાના આક્ષેપો માલધારી દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને લઈ ગુજરાત રાજ્યના તમામ માલધારી સમાજ દ્વારા તારીખ ૨૧. ૯. ૨૨ બુધવારના રોજ઼ દૂધની આવક દૂધનો વિતરણ સહિત દૂધની ડેરી ઉપર વેચાતું દૂધનું વેચાણ બંધ રાખવામાં આવ્યું છે જેની દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ માલધારીઓએ એક દિવસીય બંધ પાણી વિરોધ નોંધાંવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દ્વારા વિરોધ નોંધાંવવામાં આવી રહ્યો છે. બંધ પાણી વિરોધ નોંધાંવી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં આ વિરોધને પગલે ગૃહીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે દુધની ડેરીઓ ઉપર દુધ લેવા ભારે ભીડ જાેવા મળી હતી. આગામી દિવસોમાં આ વિરોધ કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું.