દાહોદ જિલ્લાના આઉટસોર્સિંગના કર્મચારીઓની ભુખ હડતાળના છઠ્ઠા દિવસે કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાંવ્યો : દાહોદના આઉટસોર્સિંગના કર્મચારીઓએ વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મત ન આપવા તેમજ ભાજપ વિરોધી મતદાન કરાવવા શપથ લેતાં બીજેપી આલમમાં સન્નાટો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના આઉટસોર્સ્િંાગના કર્મચારીઓ છેલ્લા ૬ દિવસથી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓને લઈ ભુખ હડતાળ ઉપર ઉતર્યાં છે ત્યારે આજરોજ આઉટસોર્સ્િંાગના કર્મચારીઓ દ્વારા ભારે સુત્રોચ્ચારો કરી આગામી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવા તેમજ મત નહીં અપાવવા માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં.
આંદોલનકારી કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા લાખો યુવાનોને રોજગારી આપવાના દાવાઓ કરી અને કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ ફિક્સ પગાર માનદવેતન ઈનસેન્ટિંગ જેવી નીતિઓ દ્વારા ગુજરાત સરકાર દ્વારા નોકરીઓ આપી અને ખૂબ જ નજીવું વેતન આપી એમનું શોષણ કરવામાં આવે છે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓ પતી જતા જ એમને પગાર ઓછો પડતા તેમના પગારમાં ૪૫ હજાર જેટલાનો તોતિંગ વધારો કરી પગાર વધારો કરી નાંખે છે ત્યારે નજીવા વેતનમાં આ સરકાર કર્મચારીઓને ૧૦,૦૦૦ જેટલું વેતન ચૂકવે છે જેથી તેમને ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પગાર વધારાની માંગ સાથે અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કોન્ટ્રાક્ટર પ્રથા બંધ કરી સમાન કામ અને સમાન વેતન આપવાની માંગ સાથે ગુજરાત સરકારમાં છ વર્ષોથી રજૂઆતો કરતા આવી રહ્યા છે બંધારણની જાેગવાઈઓ પ્રમાણે સમાન કામ સમાન વેતન આપવામાં આવે તેમ છતાંય સરકારી કર્મચારીઓનું ન સાંભળી અને સંવેદનશીલતાના દાવા કરનારી ગુજરાત સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે તેવા આક્ષેપો મૂકી તેમની પડતર માંગણીઓને લઈને આઉટસોર્સિંગ ના કર્મચારીઓ ભૂખ હડતાલ ઉપર છે.
આજે આઉટસોર્સિંગના કર્મચારીઓને ભુખ હડતાળનો છઠ્ઠો દિવસ છે ત્યારે આજરોજ આ કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાંવી સરકાર વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યાં હતાં અને આગામી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવા તેમજ અન્યને મત નહીં અપાવવાના શપથ ગ્રહણ કર્યાં હતાં જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે ભારત માતાની સોગંધ લઈને શપથ લઈએ છીએ કે, ગુજરાતના લાખ્ખો યુવકોને ગરીબ અને ગુલામ બનાવના, કર્મચારીઓનું શોષણ કરનાર, ગરીબ વિરોધી, મહિલા વિરોધી, યુવાનો વિરોધી, નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપનાર, પરિવાર વિરોધી ભારતીય જનતા પાર્ટીને ક્યારે મત આપીશ નહીં તેમજ વિધાન સભાની ચુંટણીમાં દાહોદના લોકોને જાગૃત કરી, સરકાર વિરૂધ્ધ મતદાન કરાવવા ભારત માતાની સાક્ષીએ પ્રતિક્ષા લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: