APOLOGISNG TO BILKIS BANO ની અમદાવાદ સુધીની પદયાત્રાથી દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં શાંતિ ડહોળવાના પ્રયાસોના આક્ષેપો : જિલ્લા બહારના તત્વો તથા શક્તિઓ દ્વારા જિલ્લામાં શાંતિ ડહોળવાના પ્રયાસો કરતાં હોવાના આક્ષેપો સાથે સીંગવડ અસ્મિતા મંચ દ્વારા પ્રાંતને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૪

ગોધરા કાંડના બિલકીશ બાનુ કેસ મામલે દાહોદ જિલ્લામાં બહારના તત્વો તથા શક્તિઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો સાથે આવા તત્વોને રોકવા માટે દાહોદ જિલ્લાના સીંગવડ તેમજ રણધીકપુરના ગ્રામજનો દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને સંબોધતું એક આવેદનપત્ર સીંગવડ અસ્મિતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું છે.
સીંગવડ અસ્મિતા મંચ દ્વારા તેમજ સીંગવડ અને રણધીકપુરના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણઆવ્યાં અનુસાર, મીડીયા તથા સોશીયલ મીડીયા દ્વારા જાણ થયું કે, APOLOGISNG TO BILKIS BANO ના બેનરો હેઠળ સીંગવડ, રણધીકપુર ખાતે તારીખ ૨૬.૦૯.૨૦૨૨ થી અમદાવાદ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. નામદાર સુપ્રિમ કોર્ટના રીટ પીટીશન નં.૧૩પ/ર૦રરમા આપવામાં આવેલ માર્ગદર્શનથી સરકાર દ્વારા સીંગવડ ગામના ૧૧ વ્યક્તિઓને તા.૧પ.૦૮.ર૦રરના રોજ ૧૮ વર્ષ બાદ જેલ મુક્ત કરવામાં આવેલ છે.
વર્ષ ર૦૦ર બાદ સીંગવડ(રણધીકપુર) ખાતે કોઈ કોમી રમખાણો થયેલ નથી. આ ૧૧ વ્યક્તિઓને મુક્ત કર્યા બાદ પણ સીંગવડ ખાતે સુલેહ શાંતીનું વાતાવરણ છે. જનજીવન સામાન્ય છે, પરંતુ અમુક બહારની સંસ્થાઓ/તત્વો તથા વ્યક્તિઓ દ્વારા ઉપર જણાવેલ વિગતે પદયાત્રાનું આયોજન કરી જિલ્લા તથા રાજ્યની શાંતિનું વાતાવરણને ડહોળવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પદયાત્રાના કારણે જાે શાંતિ ખોરવાય તો સામાન્ય જનજીવન ને મોઠી અસર થવાની શક્યતાઓ છે.
હાલમાં ૧૧ વ્યક્તિઓ ને જેલ મુક્તિને અમુક લોકો દ્વારા નામદાર સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી છે અને આ અરજીની સુનાવણી પેન્ડીંગ હોઈ ત્યારે આ સુનાવણીને પ્રભાવિત કરવા, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ખોરવવા તથા શાંતિનો ભંગ કરવાના બદઈરાદાથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
આગામી સમયમાં નવરાત્રી તથા દશેરાના તહેવાર આવનાર છે તથા રાજ્યમાં મેળાઓનું આયોજન પણ થનાર છે. નવરાત્રી નિમિત્તે ગામે – ગામ ગરબાનું આયોજન કરવામાં આવે છે. વિતેલા ર વર્ષ દરમ્યાન કોરોના કારણે ગરબાનું આયોજન કરવામાં આવેલ ન હતુ. આથી રાજ્યની તમામ પ્રજાને આ સમયે ગરબાને લઈ અનેરો ઉત્સાહ છે. વળી ગરબા એ ગુજરાત રાજ્યની ખાસ ઓળખ હોય રાજય બહારથી તથા વિદેશોમાંથી પણ ગુજરાતના ગરબા દેખવા/માનવા/રમવા નાગરિકો આવતા હોય છે.
હિન્દુ – મુસ્લિમ એકતાના નામે ફક્ત દેખાડો કરી ગુજરાત રાજ્યની શાંતિને પલીતો આપવાનો પ્રયત્ન કરવામાં આવનાર હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે. આથી સીંગવણ અસ્મિતા મંચ દ્વારા રાજ્યની શાંતીના હિતમા આવી કોઈ પણ પદયાત્રા / સરઘસ /ઝુલુસ /પ્રદર્શન કાઢવા સામે સખત વાંધો લઈએ છીએ અને રાજ્યની શાંતિના ભોગે આવી કોઈ પદયાત્રાને મંજુરી ન આપવા તથા તહેવારોના સમયે રાજ્યની શાંતિને બહાલ રાખવા દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!