ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ૧૩ વર્ષીય સગીર અપહત યુવકની લાશ ખારવા નદીના તટ પરથી મળી આવતાં ચકચાર

દાહોદ તા.૧૪
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતા એક વેપારીના ૧૩ વર્ષીય સગીર પુત્રનું કોઈ અજાણી વ્યÂક્ત દ્વારા બે દિવસ અગાઉ અપહરણ કરી લઈ જતાં આ સંબંધે લીમડી પોલિસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી હતી. આ તમામ કિસ્સામાં પોલીસની શોધખાળ બાદ આ વેપારીના સગીર પુત્રની લાશ ઝાલોદની ખારવા નદીમાંથી યુવકની લાશ મળી આવતાં પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આ બાળકની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દેવામાં આવી હશે કે કેમ? જેવા અનેક સવાલો લોકમાનસમાં ઉદ્‌ભવવા પામ્યા છે. અપહરણ કર્તાઓએ શું આ બાબકને મોતને ઘાટ ઉતારી તેની લાશ નદીમાં ફેંકી દીધા જેવા પ્રશ્નોએ પણ લોકોના મન હચમચાવી મુક્યા છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કારઠ રોડ, હરીઓમ સોસાયટીમાં રાકેશભાઈ કનુભાઈ ચૌહાણના ૧૩ વર્ષીય પુત્ર તુષારનું ગત તા.૧૨.૧૦.૨૦૧૯ના રોજ લીમડી નગરમાંથી જ કોઈક અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરી લઈ જતાં આ સંબંધે અપહરણ સગીર યુવકના પિતાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ હતી ત્યારે આજરોજ ખારવા નદીમાંથી આ યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સગીર યુવકનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. શું આ બાળકનું અપહરણ કર્તાઓએ હત્યા કરી લાશને નદીમાં ફેંકી દીધી હોવાની પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હત્યારાઓને પકડી પાડવા પોલિસે ચક્રોગતિમાન કર્યા હોવાનુ તેમજ આ કેસમાં પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: