થોડા દિવસો પહેલા દાહોદ તાલુકાના નવાગામ ખાતે દંપતિને રોકી મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી થઈ હતી : નવાગામ ખાતે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝુટવી ફરાર થયેલા બે ઈસમોને દાહોદ એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
થોડા દિવસો અગાઉ દાહોદ તાલુકાના નવાગામ ખાતેથી મોટરસાઈકલ લઈ જતાં એક દંપતિ પૈકી મહિલાના ગળામાંથી બે ચેઈન સ્નેચરોએ સોનાની ચેઈન ઝુટવી ફરાર થઈ જવાની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ ઘટનાને અંજામ આપનાર બે ચેઈન સ્નેચરોને દાહોદ એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યાં હતાં. ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ નવાગામ ખાતે રહેતાં સંધ્યાબેન દિનેશભાઈ હિંહોર તેમના પતિ દિનેશભાઈ સાથે મોટરસાઈકલ પર સવાર થઈ નવાગામ ચાર રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે અજાણ્યા ચોર ઈસમોએ દિનેશભાઈની મોટરસાઈકલને લાત મારતાં દિનેશભાઈએ મોટરસાઈકલ ધીમી પાડતાં ચોર ઈસમોએ મોટરસાઈકલની પાછળ બેઠેલ સંધ્યાબેને ગળામાં પહેરી રાખેલ આશરે પોણા બે તોલા સોનાની ચેઈન કિંમત રૂા. ૩૫,૦૦૦ ની ઝુટવી ચોરી કરી લઈ નાસી જતાં ગયાં હતાં. આ સંબંધે કતવારા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાંવા પામી હતી ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એસ.ઓ.જી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં એસઓજી પોલીસ જાલત ગામ નજીક નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી હતી તેવા સમયે બાતમી મળી હતી કે બે દિવસો અગાઉ નવાગામ ચોકડી ખાતેથી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન સ્નેચિંગ કરી બે અજાણ્યા ઈસમો ફરાર થયાં હતા તે બે આરોપીઓ સોનાની ચેઈન વેચવા માટે દાહોદની બજારમાં જઈ રહ્યા છે તેવા સમયે બાતમી વાળી કાળા કલરની અપાચી મોટરસાઈકલ આવતા જાલત ગામ ખાતે લખેશ્વરી મંદીર આગળ વોચ રાખી અને બે આરોપીઓને રોકી તેમની પૂછતાછ કરતા તેમના નામ સંજય નરસીંગ માવી (રહે. રળીયાતી) અને અન્ય એકે પોતાનું નામ જીતુ કલસીંગ માવી (રહે.જાલત) આ બંન્ને ઈસમોની અંગઝડતી લેતા તેમના ખિસ્સામાંથી સોનાની તૂટેલી સોનાની ચેઇન મળી આવી હતી અને આ બંન્ને આરોપીઓએ નવાગામ ચોકડી ખાતેથી સાંજના સમયે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરતા પોલીસને તેમની પાસેથી બે મોબાઈલ એક અપાચી રેસીંગ મોટરસાઈકલ અને સ્નેચિંગ કરેલી સોનાની ચેઈન મળી રૂા. ૧ લાખ બે હજારના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ચેઈન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી એસઓજી પોલીસ અને બન્ને આરોપીઓને કતવારા પોલીસને સોંપવામાં આવ્યા હતા.