દેવગઢ બારીઆમાં કાપડી કબ્રસ્તાન ૪૫ લાખના ખર્ચે વિકસાવાશે
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૫
દેવગઢ બારીઆના કાપડી વિસ્તારના કબ્રસ્તાનના રી – ડેવલપમેન્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના અર્પણવિધિનો કાર્યક્રમ ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીના અધ્યક્ષપણામાં યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકા કાઉન્સિલરો તેમજ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
નગરના માનસરોવર તળાવ કિનારે આવેલ કાપડી કબ્રસ્તાનનું રી – ડેવલોપમેન્ટ માટે ૪૫ લાખ ખર્ચે થનાર છે જેની ખાતવિધિ પ્રસંગે ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા જણાવાયું હતું કે નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થાનોના વિકાસ માટેની જાેગવાઈ અન્વયે કાપડી કબ્રસ્તાન અત્યાધુનિક બનાવાશે. નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીઓ આપીને અર્પણવિધિ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીએ ઉમેર્યું હતું નગરમાં વિવિધલક્ષી વિકાસકામો થનાર છે. રી – ડેવલોપમેન્ટ ઓફ કાપડી કબ્રસ્તાન મહત્વનો પ્રોજેક્ટ છે. સાથે નગરમાં મધ્યમાં આવેલા સર્કલ બજાર નું સર્કલ ૫૦ લાખના ખર્ચે નવીનીકરણ થનાર છે જેનું ખાતમુહૂર્ત દશેરા ના દિવસે કરવામાં આવશેજે પરિવારો આવાસ યોજનામાં બાકી રહી ગયેલ છે તેઓ નગરપાલિકા કચેરીનો સંપર્ક કરે જેથી તેઓને પણ લાભાન્વિત કરાવી શકાય. આ પ્રસંગે નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષ સજજનબા ગોહિલ અને કાઉન્સિલરો ઈકબાલભાઈ પટેલ હનીફભાઈ પીપલોદીયા રસુલભાઈ કડવા આપણી વિસ્તારના આગેવાન મસ્જિદભાઈ પીપલોદીયા ઈસુભાઈ હાજી સત્તારભાઈ પિંજારા અહેમદભાઈ પિંજારા અયુબભાઈ શુક્લા સિકંદરભાઈ રામા વાળા વગેરે મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.

