રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી : સીંગવડ તાલુકાના મંડેર ગામે લાઈટ બીલના પૈસા માંગવા બાબતે એકને કુહાડીના ઘા મારી ઈજા પહોંચાડી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મંડેર ગામે લાઈટ બીલના પૈસા માંગવા બાબતે બે વ્યક્તિઓમાં થયેલ ઝપાઝપીમાં એકે ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ કુહાડી મોંઢાના ભાગે અને કપાળના ભાગે લોહીલુહાણ કરી નાંખી ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે. ગત્‌ તા.૨૨મી સપ્ટેમ્બરના રોજ મંડેર ગામે બારીઆ ફળિયામાં રહેતાં સરતનભાઈ હીરાભાઈ બારીઆ અને તેમની પત્નિ ચંપાબેન તેમજ તેમના બનેવી મુકેશભાઈ હઠીલાભાઈનાઓ ગામમાં આવેલ પોતાના ખેતરમાં ઝુપડામાં હાજર હતાં તે સમયે ગામમાં રહેતો ભરતભાઈ દલાભાઈ ડામોર ત્યાં આવી બેફામ ગાળો બોલી સરતનભાઈને કહેવા લાગેલ કે, લાઈટ બીલના પૈસા તમો આપતાં નથી હવેથી તમને લાઈટ નહીં આપુ, તેમ કહેતાં સરતનભાઈએ કહેલ કે, તારા લાઈટ બીલના પૈસા આપી દઈશું, તેમ કહેતાં ભરતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની સાથે લાવેલ કુહાડી વડે સરતનભાઈને મોંઢાના ભાગે અને કપાળના ભાગે કુહાડીનો ઘા મારી સરતનભાઈને લોહીલુહાણ કરી નાંખી, પગથી જમીન પર પાડી દઈ સરતનભાઈને લાતો મારી, તારૂં આ છાપરૂં લઈને અહીંથી જતો રહેજે નહીં તો જીવતો છોડીશ નહીં, તેવી ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સરતનભાઈ હીરાભાઈ બારીઆએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: