શું આ સફેદ રેતીનો વેપાર રાત દિવસ કરવાની મંજુરી તંત્ર દ્વારા આપવામાં આવેલ છે ? : દેવગઢ બારીઆ પોલીસ દ્વારા વાંદર ગામે ગેરકાયદેસર ચાલતી રેતીની લીજ ઝડપી પાડતાં સમગ્ર પંથકના રેતી માફિયાઓમાં ફફડાટ
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૦૧
દેવગઢ બારીઆ તાલુકામાં થઈ પસાર થતી પાનમ અને ઉજ્જળ નદિઓ આવેલ છે જે નદીઓમાં ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર કરતાં રેતી માફિઓની રેતીની હાટડીઓ ધમધમતી હોય છે ત્યારે આજે વાંદર ગામે ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝને દેવગઢ બારીઆ પોલીસે ઝડપી પાડી જે રેતીની લીઝ વાંદર ગામે ગેરકાયદેસર રેતીનું મોટા પાયે ખોદકામ કરી સરકારની તીજાેરીનું મોટું નુકશાન કરવામાં આવેલ જેને દેવગઢબારિયા પોલીસ દ્વારા વાંદર ગામે લીઝ ઉપર રેડ પાડી બંધ કરાવવામાં આવી અને ઓવરલોડ ભરે રેતીનો હાઇવો ડમ્પર ગાડી ઝડપી પાડેલ જેનો આર.ટી.ઓ. રજી. નંબર ય્ત્ન.૦૧.ત્ન્. ૦૨૩૭ની ગાડી પાસ પરમિટ વગર ઝડપી પાડી દાહોદ જીલ્લા ખાણ ખનિજને સોપવામાં આવેલ જેને લઈ અનેકવાર ખેડુતો અને આસપાસ તેમજ સ્થાનિક રહિશો દ્વારા કેટલીક વાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં સફેદ રેતી કાળા કારોબારની હાટડીઓ ધમધમતીઓ હોય છે જેને લઈ સરકારી સ્થાનિક તંત્ર અને જીલ્લા તંત્ર રેતી માફિયાઓ ઉપર મહેબાન કેમ ? કે પછી રેતી માફિયાઓ સાથે મળી સરકારી તંત્રને પણ ધી કેળા ? આમ જાેવા જઈએ તો ઓવરલોડ ગાડીઓ તંત્રના નાક નીચેથી ચાલતી હોય છે તેમ છતાં તંત્ર દ્વારા પકડવામાં કેમ નથી આવતી ? તે પણ એક સવાલ છે. કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો કેટલાક ખેડુતો તેમજ બજાર વિસ્તારમાં પણ રાહત થાય તેમ છે. ઓવરલોડ રેતીની ગાડી તંત્રના નાક નીચે થઈને પસાર થતી હોય છે તેને શું સમજવું જાે આવી ઓવરલોડ ગાડીઓ તંત્ર દ્વારા પકડવામાં ન આવે તો શું ? ગાડીઓના અને ગેરકાયદેસર લીજાેના હપ્તા ચાલે છે ? તેવી લોકોમાં ભારે ચર્ચાઓ પાણીની જેમ વહેતી થવા પામી છે.
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાંથી પસાર થતી પાનમ અને ઉજળ નદીઓ જેમાં કાયદેસર લીજ વિસ્તાર બહારથી અને ખેડુતોની ખેતીની જમીનો સહિતનું મોટા પાયે ખોદકામ કરી નાખવામાં આવેલ હોય જેને લઈ તંત્રને ખેડુતો તેમજ સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર લેખીત રજુઆતો કરવા આવેલ હોવા છતાં પણ સરકારી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તો શું ? તંત્ર નિયમોને નેવે મુકી રેતી માફિયાઓને મદદરૂપ થઈ ભ્રષ્ટાચાર અધિકારીઓ પ્રોત્સાહન આપી રહ્યાં હોય તેમ જાેવાય રહ્યું તો આવા અધિકારીઓ અને રેતીનો કાળો કારોબાર કરનારા રેતી મફિયાઓ જેવાં કે સરકારી તંત્રની બીક કે ડર રાખ્યા વગર ગેરકાયદેસર રાત દિવસ ઉંડાણ પૂર્વક ખોદકામ કરી રહેલા રેતી માફિયાઓ સામે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પગલા લેવાશે કે કેમ ? તે જાેવું રહ્યું.

