પોલીસે રૂા. ૩.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યાેં : દાહોદ એલ.સી.બી. પોલીસે ૬ આરોપીઓને ઝડપી પાડી ૯ ચોરીની મોટરસાઈકલ કબજે કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૧

દાહોદ એલ.સી.બી. પોલીસે ઝાલોદ ત્રણ રસ્તા ઉપરથી બે ઈસમોને ચોરીની મોટરસાઈકલો સાથે ઝડપી ગાંધીનગરથી ચોરી કરેલી ૯ મોટરસાઈકલો સાથે ૬ આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી ગાંધીનગર પોલીસ મથકના અન્ડિકેટ ગુનાઓને ડિટેક્ટ કરાયા હતા.
દાહોદ જિલ્લામાં વધતી જતી મોટરસાઈકલ ચોરીની ઘટનાઓને રોકવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ રહી છે ત્યારે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કામગીરી સહીત વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી તેવા સમયે ઝાલોદથી ફતેપુરા જતા ત્રણ રસ્તા ઉપરથી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીવાળી પલ્સર મોટર સાઈકલ અને એક નંબર વગરની પલ્સર મોટર સાઇકલ લઈને આવતા પોલીસે તેમને રોકવાનો ઈસારો કરતા તે બાઈક વાળીને ભાગવા જતા પોલીસે દોડી તેમને પકડી પાડ્યા હતા અને મોટર સાઈકલના આધાર પુરાવા માંગતા તે મળી ના આવતા પોલીસે ઈ ગુજ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા નવે નવ મોટર સાઈકલો ગાંધીનગર ખાતેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ગાંધીનગર પોલીસ મથક ખાતે આ નવે નવ બાઈકોના ગુના અંડીટેક્ટ હતા ત્યારે આ ગેંગની મોડેસઓપ્રેનડી પ્રમાણે આ બે પકડાયેલા આરોપીઓ અજમલ બચુભાઈ કિશોરી, મેહુલ ધીરાભાઈ પારગી, અમિતભાઈ મુકેશભાઈ કામોળ, નિતેષભાઈ ભુરસીંગભાઈ મછાર, દિવાનભાઈ નારસીંગભાઈ ભાભોર અને કલ્પેશભાઈ પર્વતભાઈ ડીંડોર (તમામ રહે. ફતેપુરા, જિ.દાહોદ) નાઓ અને તેમના અન્ય સાગરીતો જાેડે મળી આ ગેંગના કુલ સાગરીતો દ્વારા જેઓ દાહોદ જિલ્લામાંથી અન્ય ગુજરાતનાં જિલ્લામાં મજૂરી કામ અર્થે નીકળતા હતા અને ત્યાં એકલ દોક્લ પડેલી મોટરસાઇકલો ની રેકી કરી આજુ બાજુમાં કોઈ જાેવા ના મળતા સ્ટેરીંગ લોક તોડી અથવા તો માસ્ટર ચાવી લોક ખોલી મોટર સઈકલની ઉઠાણતરી કરી બજારમાં સસ્તામાં વેચી દેવાની એમ ઓ ધરાવે છે ત્યારે આ બે મોટર સાઇકલો બજારમાં વેચાય તે પહેલાજ એલ.સી.બી. પોલીસે તેમની અટકાયત કરી હતી અને ચોરીની નવ મોટર સાઇકલો અલગ અલગ જગ્યાએ સસ્તામાં વેચી મારી મુખ્ય આરોપી સહીત ૫ આરોપીઓની અટકાયત કરી પોલીસે ગાંધીનગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢી પોલીસે કુલ ચોરી કરેલી મોટર સાઈકલો ૩,૧૬, ૦૦૦ હજારના મુદ્દામાલનો કબ્જાે મેળવી પોલીસે ૬ આરોપીઓને ગાંધીનગર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!