આંતરરાજ્ય સીમા સંકલન બેઠક (મધ્યપ્રદેશ – ગુજરાત) દાહોદમાં આયોજન કરવામાં આવ્યું : આવનારી વિધાનસભા ચૂંટણી શાંતિપ્રિય રીતે યોજાય તે બદલ દાહોદ ખાતે આંતરરાજ્ય બોર્ડર મીટીંગ યોજાઈ
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૧
વિધાનસભા ચુંટણી ૨૦૨૨ અનુસંધાને જિલ્લા ચુંટણી અધિકારી અને દાહોદ પોલીસ વડા દ્રારા ત્રણ જિલ્લા ઝાબુંઆ( મધ્યપ્રદેશ), અલિરાજ પુર( મધ્યપ્રદેશ), છોટા ઉદેપુર( ગુજરાત) ના ક્લેક્ટરશ્રીઓ અને જિલ્લા પોલીસ વડાઓ ને કાયદો અને વ્યવ્સ્થાપન જળવાઈ રહે તે માટે અભિપ્રાયો આપ્યા હતા. ઉપરોક્ત મીટીંગમાં ઝાબુંઆ કલેક્ટર રજની સિંહ, ઝાબુંઆ એસ.પી અગમ જૈન, અલિરાજપુર કલેક્ટર શ્રી રાઘવેન્દ્ર સિંહ, અલિરાજ પુર એસ.પી મનોજ કુમાર સિંહ, છોટા ઉદેપુર કલેક્ટર ચારણ, છોટા ઉદેપુર એસ.પી ધરમેન્દ્ર શર્મા અને એ.એસ.પી. જગદીશ બાંગરવા, ડી.વાય.એસ.પી પરેશ સોલંકી, ડી.વાય.એસ.પી લીમખેડા રાજેન્દ્ર દેવધા, સહિત દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા

