ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જ હતો પાચમાં નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા : ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં નવલી નોરતાના પાચમાં નોરતે કમલેશ બારોટની મોજ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૨

ગૂજરાત રાજ્યના પ્રખ્યાત કલાકાર કમલેશભાઈ બારોટએ લીમડી નગરના રણછોડ રાય મંદિર ખાતે માતાજીના ૫માં નોરતે ગરબાની રમઝટ જમાડી હતી.
દાહોદ નગરપાલિકા પ્રમુખ રીના બેન પંચાલ દ્વારા માતાજીની આરતી કરાઈ. હતી મોટી સંખ્યામાં ભક્તો ગરબામાં જાેડાયા હતા. ગૂજરાત રાજ્યમાં ટીમલી કલાકાર તરીકે પ્રસિદ્ધ થયેલ કમલેશભાઈ બારોટ દ્વારા ખૂબ જ ગરબાની રમઝટ જમાડી. ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જ હતો પાચમાં નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા તેમજ ગામના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા અને ગરબામાં જાેડાયા. માય ભક્તોએ ગરબા રમી અને માતાજીની આરાધના કરી.મહિલાઓ દ્વારા માથા પર ગરબી મૂકી અને ગરબાની શોભા વધારી. આજુ બાજુના ૩૦ ૪૦ ગામોમાંથી લોકો પ્રખ્યાત કલાકાર કમલેશભાઈ બારોટને જાેવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કમલેશભાઈ બારોટના ગરબા નિહાળ્યા હતા. હાલમાં નાની ઉંમર માં પ્રસિદ્ધ થતા અર્જુન ભાઈ બારોટ દ્વારા પણ ખૂબ જ સારી ગરબાની રમઝટ જમાડી હતી. ઝાલોદ તાલુકામાં ઠેર ઠેર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં ખૈલેયાઓ મન મુકીને ઝુમી રહ્યાં છે. ગરબા આયોજકો દ્વારા તમામ પ્રકારની દેખભાળ પણ રાખવામાં આવી રહી છે. નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: