મેળામાં મનોરંજનના અનેક સાધનો ગોઠવાઈ ચુક્યાં છે : લોકોમાં અનેરો ઉત્સાહ : દેવગઢ બારીઆ નગરમાં પરંપરાગત દશેરાના મેળાની ચાલી રહેલ તડામાર તૈયારીઓ
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા નગરમાં પરંપરાગત ચાલતો દશેરાના મેળાની તડામાર તૈયારીઓ મેળાને લઈ મનોરંજનના સાધનોને અપાતો આખરી ઓપ કોરોના કાળના બે વર્ષ પછી મેળો ભરાતા મેળામાં માનવ મહેરાણ ભારે લોકોના ઉમટે તેમ છે.
દેવગઢબારીયા તાલુકા મથકે વર્ષોથી રજવાડા સમયથી પરંપરાગત ભરાતો દશેરાના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગત બે વર્ષ કોરોનાના કારણે આ પરંપરાગત મેળો બંધ રહ્યો હતો ત્યારે કહેવાય છે કે ચોમાસાની ખેતીની સિઝન પત્યા પછી લોકો મનોરંજન માણી શકે તે માટે વર્ષોથી અહીં આ દશેરાનો મેળો ભરાય છે. આ મેળામાં મનોરંજનના સાધનો જેવાં કે મોટા ચગડોળ, હોલીગુલી,બ્રેક ડાન્સ, ઝુલા, રકાબી, ટોરા ટોરા, સર્કસ જાદુગર તેમજ મોતનો કૂવો જેવાં અનેક મનોરંજનના સાધનો સહિત ખાના પીણાની લારીઓ રમકડા તેમજ ઘર વપરાશના સાધનો સહિત મેળામાં અનેક અવનવી વસ્તુઓ વેચવા માટે બહારથી અનેક વેપારીઓ આવતા હોય છે ત્યારે આ મેળામાં મોતનો કૂવો અને દેશી પિહા (વાંસળી)વાદકએ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ દેશી પીહા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો ભેગા મળી પીહા વગાડી એક સાથે નાચ ગાન કરતાં પીહા વાદક લોકોને જાેવા માટે બહારથી અનેક લોકો આવે છે આ મેળામાં દેવગઢબારીઆ, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ, ઘોઘંબા, છોટાઉદેપુર જેવાં તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં મેળો માણવા માટે લોકો આવતા હોય છે ત્યારે આ પરંપરાગત દશેરાના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે તેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી હોય તેમ જાેવાઈ રહ્યું છે ત્યારે આવનાર દશેરાના મેળામાં મોટી સંખ્યામાં માનવ. મહેરાણ ઉમટે તેમ જાેવાઈ રહ્યું છે. આમ દેવગઢબારીઆમાં પરંપરાગત દશેરાના મેળાની તડામાર તૈયારીઓ જાેવા મળી રહી છે.
