પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કરનાર ગરબાડા તાલુકા પંચાયતના મહિલા અપક્ષ સભ્યને તેના પિતા જ ઊંચકી લઈ ગયા હતા જે ઘટનામાં નવો વળાંક : ગરબાડા તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ દ્વારા તેના સસરા સહિત કુલ પાંચ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૩
ગરબાડા તાલુકાના નીમજ ગામના દિપકભાઈ ગવજીભાઈ બારીયા ઉ.વ .૩૪ નાઓ પોતે ડ્રાઈવિંગ નો ધંધો કરે છે અને હાલ વડોદરા છાણી વિસ્તારમાં રહે છે.
દીપક બારીયા તથા વનિતાબેન ગણાવા એ પ્રેમ લગ્ કરેલ હોય જે વનીતાબેન ના પરિવારજનોને ગમતુ ન હોય જેથી વનીતાબેનના પિતા તથા કમલેશભાઈ માવી નાઓએ તેમના મોબાઇલ ફોન ઉપર અગાઉ ગંદી ગાળો આપી અને દીપકના સસરા કરણસિંહ નેવજીભાઈ ગણાવા તથા સાસુ રમીલાબેન કરણસિંહ નેવજીભાઇ ગણાવા બંન્ને રહે.ઝરીબુઝર્ગ તથા કમલેશભાઇ દિતાભાઇ માવી તથા આગેવાન નિલેશભાઇ દેહધા તથા આગેવાન રાજુભાઇ સંગોડ રહે.ટુકીવજુ તથા બીજા માણસો ભેગા મળી દિપક ની પત્ની વનીતાબેનને દીપક થી અલગ કરવા સારૂ કાવતરૂ રચી સમાધાન કરવાના બહાને દિપક ના કુટુંબી ઓ સાથે રૂ .૧૦,૫૧,૦૦૦ સમાધાન કરી દિપક તથા વનીતાબેન ને હવે સમાધાન થઇ ગયેલ છે તેવા વિશ્વાસમાં લઈ ગરબાડા તાલુકા પંચાયતમાં તારીખ ૩૦ ના સમાન્ય સભાના રજીસ્ટરમાં સહી કરવા બોલાવી ગરબાડા તાલુકા પંચાયતમા ટી.ડી.ઓ ની ઓફીસમા દિપક ની પત્ની વનીતાબેનને મારઝુડ કરી બળજબરીથી અપહરણ કરી બોલેરો ગાડીમા દિપકના ના સસરા તથા સાસુ તથા તેમના મળતીયાઓ અપહરણ કરી લઇ જઇ ગયા હતા જેના અનુસંધાનમાં દીપકભાઈ દ્વારા ગરબાડા પોલીસ મથકે કુલ પાંચ ઈસમો તથા તેમના મળતીયાઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.
(૧) કરણસિંહ નેવજીભાઇ ગણાવા દિપકના સસરા તથા (૨) રમીલાબેન કરણસિંહ નેવજીભાઇ ગણાવા સાસુ રહે.ઝરીબુઝર્ગ ઢાકીયા ફળીયા (૩) કમલેશભાઇ દિતાભાઇ જાતે માવી (એડવોકેટ તથા ભોગ બનનારના કુટુંબી સગા) રહે.ઝરીબુઝર્ગ (૪) નિલેશભાઇ દેહધા (આગેવાન) રહે.દેવધા મંદિર ફળીયા તથા (૫) રાજુભાઇ સંગોડ (આગેવાન) રહે.ટુકીવજુ તથા બીજા તેઓના ઓના મળતીયાઓ.

