દાહોદના એમ.જી.રોડ ખાતે એક સાથે ત્રણ દુકાનોના તાળા તુટ્યાં : હજ્જારો રૂપીયાની ચોરી થઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદના એમ. જી. રોડ ઉપર તસ્કરોએ એક સાથે ત્રણ દુકાનોના તાળા તોડી ચોરી કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તસ્કરોએ હજ્જારોની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું ઘટનાને પગલે સ્થાનીકોમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ શહેરના એમ. જી. રોડ વિસ્તારમાં ત્રણ જેટલી દુકાનોમાં તસ્કરો એ હાથફેરો કરતાં ખળભળાટ મચી ગઈ હતી. તસ્કરોએ ધાબા ઉપર બનાવેલ ઓરડીનું પતરૂં ખોલી તસ્કરો નીચે ઉતાર્યા હતા અને ઠંડા પીણાની દુકાન સહિત ત્રણ દુકાનમાં નાની મોટી ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે દુકાન માલિકે દુકાન ખોલતા અંદર ની માલ સામાન વીર વિખેર જાેતાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે ત્રણેય દુકાન માલિકો એ દાહોદ ટાઉન એ. ડીવીઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. શહેરના મુખ્ય વેપારી વિસ્તારમાં ચોરીની ઘટના બનતા વેપારી આલમમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે પોલીસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ ઘટના સંદર્ભે હાલ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી નથી.