દાહોદમાં ઉજ્જૈનથી અમદાવાદ જતી શાંતી એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના રૂપીયા ૫૨ હજારની ચોરી થઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૪

ઉજ્જૈનથી અમદાવાદ જતા દાહોદ વચ્ચે શાંતી એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના પર્સની રોકડ રકમ સહીત ૫૨,૫૦૦ રૂપિયાના પર્સની ઉઠાંતરી કરી અજાણ્યો ઈસમ ફરાર થતા રેલ્વે પોલીસે નોંધ્યો ગુનો નોંધાંયો હતો.
અમદાવાદ ઉષ્માનપુરા શ્રેયાંશ એપાર્ટમેન્ટની બાજુમાં કલ્પવૃક્ષ બંગલો ખાતે રહેતા ચન્દ્રકાન્ત મહેતા તેમના પરીવાર જાેડે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ગયા હતા અને પરત તારીખ ૧૭.૦૯.૨૦૨૨ ના રોજ અમદાવાદ જવા માટે ઉજ્જૈનથી ટ્રેન નંબર ૧૯૩૧૦ શાંતી એક્સપ્રેસ ટ્રેન છઝ્ર ૨ કોચમાં પોતાના પરીવાર જાેડે બેસી અમદાવાદ જવા માટે ૧૨.૩૦ કલાકે રવાના થયાં હતા જેમની પાસે તેમના પરિવારની મહિલાનું આસમાની કલરનું પર્સ જેમાં રિયલમી કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપીયા ૨૫.૦૦૦ હજાર એક નાનું લેડીઝ પર્સ જેમાં રોકડા રૂપીયા ૩૫૦૦ પર્સમાં મૂકી રાખેલા કાળા કલરના ચશ્મા જેની કિંમત રૂપીયા ૧૦. હજાર જેન્ટ્‌સ વોલેટ બ્રાઉન કલરનું તેમાં મૂકી રાખેલા રોકડા રૂપીયા ૧૪.હજાર રૂપીયા તેમજ દવાઓ મળી કુલ રૂપીયા ૫૨.૫૦૦ નું લેડીઝ પર્સ પોતાની બાજુમાં રાખી અને બપોરના દોઢ વાગ્યે આસપાસ ઊંઘ આવી જતા મહિલા સુઈ ગયા હતા અને સાડા ત્રણ વાગ્યાના સમય ગાળા દરમિયાન આંખ ખુલતા તેમની પત્નીનું લેડીઝ પર્સ ગાયબ થઈ જતા આજુબાજુમાં તપાસ કરતા જાેવા ના મળતા દાહોદ રેલ્વે પોલીસ મથકે અમદાવાદના યુવક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ધારા મુજબનો ૩૭૯ નો ગુનો અજાણ્યા ઈસમ સામે દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: