દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ સફળતા : દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ સફળતા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
છેલ્લા ત્રણ વર્ષથી દાહોદ, મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીના સાત ગુનામાં નાલતા ફરતા આરોપીને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાંનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે છેલ્લા ત્રણ વર્ષથી દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ઘરફોડ ચોરીના સાત ગુનામાં નાસતો ફરતો આરોપી નન્નુભાઈ હિમલાભાઈ કટારા (રહે. કાલીયાવાડ, હોળી ફળિયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ)નો દેવગઢ બારીઆ બસ સ્ટેશન ખાતે ઉભો હોવાનું દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમી મળતાં પોલીસે દેવગઢ બારીઆ બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભા હતાં અને પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યો હતો. દાહોદ એલ.સી.સી. પોલીસે આરોપીને દાહોદ ખાતે લાવી તેની સઘન પુછપરછ હાથ ધરી છે.