સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૦૮


સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત સ્ટાર્ટઅપ યાત્રા તથા એસ.એસ.આઈ.પી. 2.0 વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં સરકારી ઈજનેરી કોલેજ તથા સરકારી પોલિટેકનિક દાહોદ ના ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો . કાર્યક્રમ ની શરૂઆત મુખ્ય અતિથિ શ્રી શૈલેષભાઈ નિનામા, સરપંચ – છાપરી ગામ તથા સંસ્થાના આચાર્યશ્રી ડો. પી. બી. ટેલર ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યાર બાદ સંસ્થાના આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં એસ.એસ.આઈ.પી. અંતર્ગત ગત વર્ષોમાં સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે થયેલ કાર્યો અંગે ની માહિતી આપવામાં આવી. ત્યારબાદ સંસ્થાના એસ.એસ.આઈ.પી. કોર્ડિનેટર ડો. એમ. કે. ચુડાસમા દ્વારા એસ.એસ.આઈ.પી. 2.0 અંતર્ગત વિદ્યાર્થીઓના ફળદ્રુપ વિચારોને સંવર્ધિત કરી સ્ટાર્ટઅપ સુધી લઈ જવા જરૂરી નાણાકીય, માળખાગત તેમજ મેંટરશીપ જેવી સુવિધાઓની ઉપલબ્ધતાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમ ના મુખ્ય ભાગ રૂપે સરકારી ઈજનેરી કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવાં આવેલ સ્ટાર્ટઅપ બોગીસોંફ વિષે તે સ્ટાર્ટઅપ ના સ્થાપક સભ્ય શ્રી ગૌરવ ચલે દ્વારા તેમની સમસ્યા ના નિરાકરણ માટેના વિચાર થી લઈ અને તેમણે શરૂ કરેલા સ્ટાર્ટઅપ સુધીની યાત્રા ની તથા આ યાત્રા દરમિયાન શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી દ્વારા વિવિધ તબક્કે તેમને પ્રાપ્ત થયેલ સહયોગ વિષેની સંક્ષિપ્ત માહિતી આપી. સંસ્થા ખાતે એસ.એસ.આઈ.પી. 2.0 અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓએ દ્વારા આવેલી અરજીઓ માટેના મંજૂરી પત્રો મુખ્ય અતિથિ શ્રી શૈલેષભાઈ નીનામાંના હસ્તે એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમની સમાપ્તિ ના ભાગરૂપે સંસ્થા ખાતેના વિભાગીય એસ.એસ.આઈ.પી. કોર્ડિનેટર ડો. સી. ડી. ઉપાધ્યાય દ્વારા આભારવિધિ કરવામાં આવી. અને રાષ્ટ્રગીત ના ગાન સાથે કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!