MGVCLન્ની ઘોર બેદરકારી : એક મહિના કરતા વધારે સમયથી વીજપોલ ધારાશાયી હાલતમાં : ૧૧ KV ની ચાલુ લાઈનથી વીજ કરંટ લાગવવાનુ જાેખમ : ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે વરસાદના પગલે ત્રણ વીજપોલ ધારાશાયી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ખરાડ ફળિયામાં વરસાદના પગલે ત્રણ જેટલા વીજપોલ ધારાશાયી થયા છે. આ વીજપોલ ખેતરોમાં પડ્યા ને લગભગ એક મહિનાનો સમય થવા આવ્યો છે.પરંતુ ગરબાડા MGVLC ના કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા આ વીજપોલ ને ખેતરોમાંથી હટાવી ફરીથી ઊભા કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ નથી જેના કારણે ખેડૂતો દ્વારા વીજ કરંટ ના ડરથી ખેતરોમાં જવાનું બંધ કરી દીધેલ છે માટે સ્ય્ફઝ્રન્ દ્વારા પડી ગયેલ વીજપોલને ખેતરોમાંથી હટાવી કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ ૧૧ KV લાઈનથી ઝરીબુઝર્ગ ૧૫૦ થી વધારે ખેડૂતો સિંચાઈ માટે વીજ લાઈન ઉપયોગ કરે છે.
આ વીજપોલને જમીનની અંદર વધારે ઊંડાણ કરી રોપવામાં ન આવતા તથા જે સિમેન્ટનો માલ નાખવામાં આવેલ છે તેની કામગીરી યોગ્ય રીતે નહીં કરવાના કારણે તેમજ બેદરકારી પૂર્વકની કામગીરીના કારણે વીજપોલ ધરાશાઈ થયા હોય તેમ સામે આવ્યું છે. આ બાબતે MGVLC ના અધિકારી જાેડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ગામતળના નમી પડેલા થાંભલા ઉભા કરવામાં આવ્યા છે.અને ખરાડ ફળિયાની સામે પડેલ થાંભલાની તપાસ કરીશું તેમજ જાે ખેડૂતો પાસે વીજ મીટર નહિ હોય તો તે વીજપોલના સમારકામ ની કામગીરી કરાવવી નકામી છે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: