દાહોદ તાલુકાના ખંગેલા ગામે ઈન્દૌર – અમદાવાદ હાઈવે પરનો માર્ગ અકસ્માત : આઈસરના ચાલકે ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવતાં આઈસરના ચાલકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના ખંગેલા નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર પાછળથી પુર ઝડપે આવતી આઇસર ટ્રકે ઉભેલી ટ્રકને પાછળથી જાેશભેર ટક્કર મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર છાશવારે બનતા માર્ગ અકસ્માતોના કારણે આ હાઇવે હવે અકસ્માત હાઈવે તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યો છે. વાહન ચાલકોની પૂર ઝડપ અને ગફલત ના કારણે નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતના બનાવવામાં છેલ્લા કેટલાય સમયથી વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે આજરોજ પુનઃ આ હાઇવે પર એક માર્ગ અકસ્માત સર્જાતા એકનું મોત થયું હોવાનું પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થયેલી છે જેમાં વલસાડ તાલુકાના ઉદવાડા ખાતેથી કનૈયાલાલ સુરેશભાઈ કુમાવત રહે. ગુણાવદ જીલો ધાર મધ્ય પ્રદેશ ખાતેનો ચાલક કંપનીમાંથી નવી નકકોર આઇસર ગાડી લઈને મધ્યપ્રદેશના પીથમપુર જવા નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં દાહોદ નજીક ખંગેલા ગામે ગુજરાત મધ્યપ્રદેશ આંતરરાજ્ય ચેક પોસ્ટ પર સ્ઁ-૦૯-ૐૐ-૩૩૬૯ નંબરની ટ્રક જેનો એક્સેલ તૂટી જતા બગડેલી હાલતમાં રસ્તાની બાજુમાં ઉભેલી હતી જેમાં પાછળથી પુરઝડપે આવી રહેલા ઉપરોક્ત કનૈયાલાલે ઉભેલી ટ્રકમાં જાેશભેર ટક્કર મારતા નવી નકકોર આઇસર ટ્રકનો આગળનો ભાગનો ખુરદો બોલાઈ જતા આઇસર ટ્રકના ચાલક કનૈયાલાલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ ઉપરોક્ત ઘટનાની જાણ કતવારા પોલીસ ને થતા કતવારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબી ની મદદ વડે કનૈયાલાલ કુમાવતના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. હાલ કતવારા પોલીસે આ ઘટના સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.