દાહોદ તાલુકાના ગલાલીયાવાડની એક સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ કુલ રૂ.૩૯ હજારની મત્તાની ચોરી કરી ફરાર
દાહોદ તા.૧૫
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં એક સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના – ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૩૯,૦૦૦ ની ચોરી કરી નાસી જતા ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના ગલાલીયાવાડમાં લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષિલ અનુભાઈ ભાભોરના બંધ મકાનમાં ગત તા.૧૨.૧૦.૨૦૧૯ના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજારી
આભાર – નિહારીકા રવિયા તોડી હતી અને અંદર મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના આશરે કિંમત રૂ.૩૫,૦૦૦ તથા રોકડ રૂપીયા ૪૦૦૦ એમ કુલ મળી રૂ.૩૯,૦૦૦ ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે હર્ષિલ અનુભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

