ગરબાડાના વડવામાં શોર્ટ સર્કિટ થતાં ઘરમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ સદનસીબે જાનહાની ટળી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૨

ગરબાડા તાલુકાના વડવામાં મોરીલા ફળિયામાં રહેતા સમસુભાઈ સનુભાઈ બીલવાળ ના ઘરમાં તારીખ ૧૦ ના રાત્રી દરમિયાન લાઈટ ના મીટર માંથી શોર્ટ સર્કિટ થતા ઘરમાં એકાએક આગ લાગી ગઈ હતી જેથી ઘર સહિત ઘરવખરી નો સમાન બળીને ખાખ થઈ ગયો હતો ધટનાની ની જાણ થતાં ગામ લોકોના ટોળા આગને ઓલાવવા માટે ભેગા થયા હતા અને રાત્રિ દરમિયાન આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગ્યાની જાણ થતા વડવા ગામના સરપંચ સહિત એમજીવીસીએલ ગરબાડા ના ડેપ્યુટી એન્જિનિયર એસ એલ પરમાર તથા તલાટી દિલીપભાઈ રાઠોડ સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને અકસ્માતમાં થયેલા નુકસાન નો પંચકેશ કરી અને અકસ્માતમાં થયેલા નુકસાન અંગે પંચ કેસ કરી રિપોર્ટ તાલુકા કક્ષા એ મોકલ્યો હતો આગની ઘટનામાં રૂપિયા ૧,૦૦,૦૦૦ ( એક લાખ રૂપિયા ) નું નુકસાન થયું હોવાનું તલાટીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: