દાહોદ જિલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને ઓછુ અનાજ અપાતું હોવાની બુમો : ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૨
દાહોદની ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર લાભાર્થીઓને ઓછું અનાજ અપાતું હોવાની બુમો ઉઠવા પામતા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી ઓછું અનાજ આપતા સરકારી સસ્તા અનાજની દુકાનદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી જેમાં આજરોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા દાહોદની ગડી ખાતે આવેલી મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જણાવવાનું હતું કે દાહોદ જિલ્લામાં સરકારી અનાજની સસ્તા અનાજની દુકાનદારો ધરાવતા દુકાનદારો છે તે લાભાર્થીઓને ઓછું અનાજ આપતા હોવાની બુમો ઉઠવા પામી છે જાે તેમને ઓછું અનાજ આપવાનું બંધ નહીં થાય તો ટૂંક સમયમાં મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને સસ્તા અનાજની દુકાન દારો દ્રારા ઓછું આપતા સસ્તા અનાજની દુકાનદારો સામે કાર્યવાહી કરવા મામલતદાર સમક્ષ ભારતીય ટ્રાબલ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.

