બસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચી : દેવગઢ બારીઆ નગરના બસ સ્ટેશનમાં એક મુસાફરના ખિસ્સામાંથી રૂા. ૪૮ હજાર સેરવી લેવાયાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં બસ સ્ટેશન ખાતે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક મુસાફર બસમાં ચઢતી વેળાએ તેના ખિસ્સામાંથી કોઈ અજાણ્યા ગઠીયાએ મુસાફરના ખિસ્સામાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૪૮,૬૦૦ની રોકડ સેરવી લઈ નાસી જતાં બસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૧૦મી ઓક્ટોમ્બરના રોજ મુળ પંચમહાલના ઘોઘંબા તાલુકામાં ખરોડ ગામે મંદિર ફળિયામાં રહેતાં અને હાલ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે વેળ ફળિયામાં રહેતાં વિજયસિંહ નવલસિંહ બારીયા સવારના અગીયારેક વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ બસ સ્ટેશન ખાતે આવ્યાં હતાં અને ક્યાંક જવા માટે બસમાં ચઢતા હતા તે સમયે કોઈ અજાણ્યા ગઠીયાએ વિજયસિંહે પોતાના ખિસ્સામાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૪૮,૬૦૦ની રોકડ રકમ સેરવી લઈ નાસી જતાં દેવગઢ બારીઆ બસ સ્ટેશન ખાતે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. આ સંબંધે વિજયસિંહ નવલસિંહ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: